<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો : મહિલા મોરચાના 11 સભ્યોના સાગમટે રાજીનામાં

શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મનમાનીથી કોંગ્રેસના કાર્યકર્તા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો આક્ષેપ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તુટી છે. કોંગ્રેસના મહિલા મોરચાના 11 સભ્યોએ સાગમટે રાજીનામાં આપ્યા છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મનમાનીથી કોંગ્રેસના કાર્યકર્તા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

      તમામ સભ્યોએ ઉલ્લેખ કર્યો કે, કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મહિલા વિરોધી માનસિકતા અને અસભ્ય વર્તનથી તેઓ ત્રાહિમામ છે. એક સાથે 11 મહિલા કાર્યકર્તાઓએ પદ પરથી રાજીનામાને લઇ કોંગ્રેસમાં ભડકો થયો છે. 

  વિપુલ ઉધના વાલા શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ તેઓ મનમાની કરતા હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓના આક્ષેપ છે. અગાઉ પણ વિપુલ ઉધના વાલા ને લઈને પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલને તમામ કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે.

 

(12:55 PM IST)