News of Sunday, 28th December 2025
અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું મંત્રી ખાતમુહર્ત કરવા આવે એ પહેલા કોંગ્રેસના ધરાસભ્યએ કર્યું ખાત મુહર્ત.
જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓનું રી સરફેશ માટેના કામનું ખાત મહુર્ત મંત્રી કરવામાં આવે તે પહેલા મે વહેલી સવારે 3 જગ્યાઓ પર ખાત મુહર્ત કર્યું તેમ કાંતિ ખરાડીએ જણાવ્યું

અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહર્ત મંત્રી કરે તે પહેલા કોંગ્રેસના ધરાસભ્યએ કર્યું ખાત મુહર્ત. આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોતરાના રસ્તાનું ખાત મહુર્ત કરવાના હતા. મંત્રી ખાત મુહર્ત કરવા આવે તે પહેલા જ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાત મહુર્ત કર્યું હતું
. જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓનું રી સરફેશ માટેના કામનું ખાત મહુર્ત મંત્રી દ્વારા કરવામાં આવે તે પહેલા મે વહેલી સવારે 3 જગ્યાઓ પર ખાત મુહર્ત કર્યું તેમ કાંતિ ખરાડીએ જણાવ્યું હતું. મારા વિસ્તારમાં મંત્રીએ મારી અવગણના કરી એટલે એક ધારાસભ્ય તરીકે મેં ખાતમુહર્ત કર્યું.
અંબાજીના પાડલીયાની ઘટના અને ડીસા બ્લાસ્ટની ઘટનામાં ક્રાંતિ ખરાડીએ મંત્રી પ્રવીણ માળી પર લગાવ્યા આરોપ. પ્રવીણ માળી ખાતમુરત કરવાના છે એ જગ્યાએ કાંતિ ખરાડી જઈ અને વિરોધ કરે તેવી શક્યતાઓ પોલીસ અટકાયત કરે તેવી શક્યતા હતી
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
