<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

અમદાવાદઃના ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક : બે શખ્સોની દુકાનદાર અને તેના પરિવાર સાથે મારામારી

ફાસ્ટ ફૂડ પાર્લર પર આવેલા બે શખ્સો પાસે રૂપિયા માંગતા માથાકૂટ : પોલીસ હાજરીમાં જ દુકાનમાં તોડફોડ કરી પથ્થરમારો કર્યો

અમદાવાદઃ શહેરના ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે . બે શખ્સોએ દુકાનદાર અને તેના પરિવાર સાથે મારામારી કરીં હતી . નશાની હાલતમાં બંને શખ્સોએ મારામારી કરી હતી . ફાસ્ટ ફૂડ પાર્લર પર આવેલા બે શખ્સો પાસે રૂપિયા માંગતા માથાકૂટ થઈ હતી. પોલીસની PCR સામે જ આતંક મચાવ્યો હતો. પોલીસ હાજરીમાં જ દુકાનમાં તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો. દુકાનદારે બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી. બન્ને આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.

 

(8:04 PM IST)