News of Sunday, 28th December 2025
રાજપીપળા ખાતે રાજ્ય કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજ્ય કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા–૨૦૨૫ રૂટ્સ ડે કેર સેન્ટર, રાજપીપળા ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાઈ હતી
આ પરીક્ષા દરમિયાન બરોડાથી પધારેલા જગદીશભાઈ સોની તેમજ નર્મદા ગાયત્રી પરિવારના કલાબેન શર્મા, પારૂલબેન ચૌહાણ, સુરેશભાઈ ચૌહાણ, દિગ્વિજય સિંહ ગોહિલ, ગોપાલ શર્મા સહિતના પરિજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
પરીક્ષાર્થી વિધાર્થીઓ માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ તમામ વિધાર્થીઓને આવન-જાવન માટેનું ટિકિટ ભાડું, પુસ્તકો તથા પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિધાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અંગે જ્ઞાન અને જાગૃતિ વિકસાવવાનો છે. બાળપણથી જ વિધાર્થીઓમાં સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન વિકસે એ ઉદ્દેશ સાથે શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતભરમાં આ પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા વિધાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આગળ વધારવામાં સહાયક સાબિત થાય છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
