<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

રાજપીપળા અને તિલકવાડા તાલુકામાં બે અકસ્માત માં બે વ્યક્તિઓ ના મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં બે અલગ અલગ.અક્સ્માતમાં બે.ના મોત થતા પોલીસે ગુનો દાખલ.કર્યો છે

    પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ ફરિયાદ સુનિલભાઈ મહેન્દ્રભાઈ તડવી (રહે.જુના રામપુરા, ભાથીજી મહારાજ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ મરનાર મહેન્દ્રભાઈ ભીમાભાઈ તડવી (ઉ.વ.૬૫ )(રહે.જુનારામપુરા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ પોતાના કબ્જાની T.V.S કંપનીની જ્યુપીટર મો.સા. નં.GJ-22-K-1542ની લઇને પોતાના ઘરેથી જીતપરા ગામે જતા હતા તે વખતે સેંગપુરા ગામ તરફથી સમારીયા ચોકડી પસાર કરતા હતા તે દરમ્યાન એક ટોયોટા કંપનીની ઈનોવા ગાડી નં.GJ-06-PD-9770 ફુલવાડી ગામ તરફથી પુર ઝડપે આવતા મરનારની T.V.S કંપનીની જ્યુપીટર મો.સા નં.GJ-22-K-1542ની સાથે એક્સીડ્રન્ટ કરી માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચાડીને સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કર્યો હતો.
   જ્યારે બીજા અકસ્માતમાં કનુભાઇ ચિમનભાઇ તડવી (રહે. ટેકરા કામસોલી તા.તિલકવાડા )એ આપેલ ફરિયાદ મુજબ મરનાર કનુભાઈના ભાઇ અરવિંદભાઇ ચિમનભાઇ તડવી(રહે. ટેકરા કામસોલી તા. તિલકવાડા )પોતાના કબ્જાની હોન્ડા કંપનીની SP સાઈન મોટર સાયકલ નંબર GJ-22-R-2032 પુરપાટ હંકારી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી ગણસીંડા ગામ તરફથી તિલકવાડા ચોકડી તરફ જતા રોડ ઉપર મોગલાઇ માતાના મંદિર પાસે આવેલ સુકા તલાવમાં મો.સા.પાડી દઈ પોતાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા મોત નીપજ્યું હોય તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.



 

(9:36 PM IST)