<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગોઝારો શુક્રવાર શહેરમાં એક રાતમાં ૧૭ અપમૃત્‍યુ : કોઇ પરિવારના સ્‍વજને આપઘાત કર્યો, કોઇનું હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ થયું: કોઇની જિંદગીનો વાહન અકસ્‍માતમાં આવ્‍યો અંતઃ કોઇ પરિવારના સ્‍વજનનું બિમારીથી થયું મૃત્‍યુઃ સિવિલ હોસ્‍પિટલના પોસ્‍ટમોર્ટમ રૂમમાં લાશોનો ઢગલો, રાતભર પોસ્‍ટમોર્ટમ થયા : કુવાડવા રોડ લોકમાન્‍ય તિલક ટાઉનશીપમાં કલેશને કારણે હરદેવ પરમારની ૭મા માળેથી મોતની છલાંગઃ મોરબીના જયંતિભાઇ ટાંક રાજકોટ દિકરી જમાઇને મળીને જતાં હતાં ત્‍યારે કાગદડી પાસે વાહન સ્‍લીપ થતાં મૃત્‍યુઃ રાધેશ્‍યામ સોસાયટીમાં વૃધ્‍ધા મણીબેન સખીયાએ અગાસીએ સળગીને મોત મેળવ્‍યું: શાપર પાસે વાહન અકસ્‍માતમાં રાજસ્‍થાનના રૂખારામ બેનીવાલનું મોતઃ લીંબડી પાસે રિક્ષા પલ્‍ટી જતાં વઢવાણના હસીનાબેન પરમારનું રાજકોટમાં મોતઃ પારેવડી ચોકના બારદાનના વેપારી નીતીનભાઇ કેસરીયા, મોચીબજાર શ્રધ્‍ધાનંદ હરિજનવાસના કમલેશભાઇ સોલંકીના હાર્ટએટેકથી મૃત્‍યુઃ જામનગર રોડ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્‍ટેશન પાસે ચા પીતી વખતે ઢળી પડતાં ધનજીભાઇ વાઘેલાનું મૃત્‍યુઃ લક્ષ્મીના ઢોળા પર રહેતાં મંજુબેન પરમાર અને ઘનશ્‍યામનગરના ઠાકરશીભાઇ ખસીયાના પણ હાર્ટએટેકથી મૃત્‍યુઃ બેડીપરામાં રહેતાં બંગાળી યુવાન નઇમનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ ૧૫ દિ પહેલા જ શાદી થઇ હતીઃ લક્ષ્મીછાંયા સોસાયટીના સુરેશભાઇ વાળાનું બેભાન હાલતમાં મોતઃ બેડી પાસે લીમડાના ઝાડમાં લટકી અજાણ્‍યા પુરૂષનો આપઘાતઃ તિરૂપતી સોસાયટીના દયાબેન સોલંકીનું પ્રસુતિની પીડા ઉપડયા બાદ મૃત્‍યુઃ તમામ મૃતકોના પરિવારજનોમાં કાળો કલ્‍પાંતઃ સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફને સતત દોડધામ રહી3:22 PM IST

મહત્વના સમાચારો, ઉડતી નજરે.. : આજે દેશભરમાં અને વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે : પુલવામામાં થયેલ આતંકી હુમલાની આજે છઠ્ઠી વરસી છે : શહિદોની યાદમાં દેશમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે : ૨૬/૧૧ના થયેલ આતંકી હુમલાના મુખ્ય આરોપી તહવવુર રાણાના પ્રત્યાર્પણને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. : સાથો સાથ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ભારતને અબજો ડોલરના લશ્કરી સાધનો વેચશે જેમાં એફ–૩૫ ફાઈટર જેટ સપ્લાયના પણ સમાવેશ થશે. : વોશિંગ્ટન ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈની લાંબી ચાલેલી મુલાકાતમાં શ્રી મોદીએ ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યું છે : બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે ૫૦૦ અબજ ડોલરનો વેપાર થશે. : તેમણે કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે 'મેક અમેરિકા ગ્રેટ અગેન' નું સૂત્ર આપ્યું છે, જ્યારે ભારતના લોકો વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.9:41 AM IST

વાવડીના પંપમાંથી ૨૦ લાખ મળશે એ આશાએ સગીર વિદ્યાર્થીએ લૂંટનો પ્‍લાન ઘડી અમલ કર્યો'તોઃ ત્રિપુટીને ક્રાઇમ બ્રાંચે દબોચી : પાંચમીએ રાતે ત્રણ વાગ્‍યે રિક્ષા સીસીટીવીમાં ન આવે એ રીતે પંપથી એક કિ.મી. દૂર રાખી બુકાની બાંધીને ત્રણેય ત્રાટક્‍યા'તાઃ ફિલરમેન પર ભરઉંઘમાં જ ક્રુરતાથી બેઝબોલ-હથોડીના ઘા ઝીંકી લૂંટ ચલાવી હતીઃ હુમલા-લૂંટનો વિડીયો થયો હતો વાયરલ : મોટી રકમને બદલે ૧૩ હજાર જ મળ્‍યા હતાં: પંપમાં રાતે એક જ કર્મચારી હોય છે, મોટી રકમ હોય છે તેનાથી સગીર વાકેફ હતોઃ જે મળે એમાંથી ભાગની લાલચ દઇ બે મિત્રોને સામેલ કર્યા હતાં: લૂંટ બાદ બધા ઘરે જઇ સુઇ ગયા હતાં: દસેક હજાર મોજશોખમાં વાપર્યા : કૃષ્‍ણરાજસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર અને ટીમને સફળતા2:41 PM IST

ચુંટણી આચારસંહિતા ભંગની કાર્યવાહી સંદર્ભે સ્‍વામીનારાયણ બાપ્‍સ સંસ્‍થા તથા ભાજપના કાર્યાલયના મંત્રી અરજદારોના ઘુંટણીએ : લોકસામાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ભાજપ સામે આચાર સંહિતા ભંગની ફરીયાદમાં સંસ્‍થા દ્વારા દિલગીરી વ્‍યકત કરતા વિવાદ પૂરો થતાં રાજકોટ કલેકટર તંત્રએ હાશકારો અનુભવ્‍યો :સ્‍વામીનારાયણ સંસ્‍થા મેનેજર ઘનશ્‍યામસિંહ ઝાલા તથા ટ્રસ્‍ટી સુનીલભાઈ પારેખે લેખીતમાં અરજદાર સંજયભાઇ લાખાણી તથા કળષ્‍ણદતભાઈ રાવલને દિલગીરી વ્‍યકત કરતા પત્રમાં ફરીથી તેમનાથી શરતચૂક નહી થાય તેવી ખાત્રી ઉચારેલ :ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી તથા સ્‍વામીનારાયણ સંસ્‍થા (બાપ્‍સ)દ્વારા દીલગીરી માંગતા પત્ર દ્વારા તેઓ પોતાની ભૂલ સ્‍વીકારતા સંજયભાઈ લાખાણી તથા કળષ્‍ણદતભાઇ રાવલ, બન્‍ને કોંગ્રેસી આગેવાનોએ ધાર્મિક સંસ્‍થા સામે મોટું મન રાખી માંગેલ દિલગીરી સ્‍વીકારીને ભવિષ્‍યમાં આવી ભૂલ ભાજપ તથા સ્‍વામી નારાયણ મંદિર નહી કરે તેવી બાહેંધરી સાથે આ ફરીયાદ પરત ખેંચેલ4:00 PM IST