<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

પાલીકા હસ્તક કાર્યરત રાજપીપળા દરબાર રોડ સ્થિત પુસ્તકાલયની દુર્દશા

ત્યાં નવો પાણીનો બોર બનાવવા માટે ખોદકામ કરી આખું કમ્પાઉન્ડ બગાડ્યું હોય વાંચકોને પુસ્તકાલયમાં જવું આવવુ પણ મુશ્કેલ બન્યું:પાલિકાના ખાડે ગયેલા વહીવટથી કર્મચારીઓ અને વાંચકો પણ ત્રાસી ઉઠ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા દરબાર રોડ પર આવેલ પાલિકા હસ્તક ચાલતા પુસ્તકાલયની હાલ દુર્દશા જોવા મળી રહી છે, ત્યાં પાણીનાં બોરની કામગીરી કર્યા બાદ પ્રવેશમાં જ માટી અને પાણીના કારણે વાંચકોની તકલીફ વધી છે

   મળતી માહિતી અનુસાર રાજપીપળા નગરપાલિક હસ્તક કાર્યરત પુસ્તકાલયમાં મોટી સંખ્યા માં વાંચકો દિવસ રાત વાંચકો આવે છે, પોલીસ ભરતી, તલાટી જેવી સરકારી પરીક્ષાની તૈયારી માટે નિયમિત વાંચકો આવતા હોય છે પરંતુ પાલિકાના ખાડે ગાયેલ વહીવટના કારણે ત્યાં વાંચવા એ આવતા વાંચકોને પુસ્તકાલયના પ્રવેશદ્વાર પર જ ગંદકીનો સામનો કરવો પડે છે તેનું કારણ લગભગ છ મહિના પહેલા ત્યાં પાણીનો બોર બગડતા નવા બોર માટે ખોદકામ કર્યું પરંતુ બોર બન્યા બાદ ત્યાં સરખું પુરાણ નહીં કરતાં ચારેબાજુ માટી ફેલાઈ જતા પુસ્તકાલયમાં વાંચકોને જવું આવવુ મુશ્કેલ બન્યું છે, કેમકે પ્રવેશદ્વાર પર જ માટી અને પાણી ભરાઈ રહેતા અંદર જતા આવતા વાંચકોને તકલીફ પડે છે ઉપરાંત વાંચકોની અવર જવરથી પુસ્તકાલયમાં ગંદકી થાય છે જેના કારણે મચ્છર વધતા રોગચાળો ફેલાઈ તેવી દહેશત છે. પાલીકા આ બાબતે યોગ્ય કામગીરી કરાવે તેવી વાંચકો આશા રાખી રહ્યા છે.


 

(9:38 PM IST)