News of Monday, 29th December 2025
દબદબો ભોગવતા નેતાઓ સાઈડલાઈન થયા તો સાઈડલાઈન થયેલા નેતાઓ દબદબામાં આવ્યા
કોને લેવા કરતા કોને ન લેવા તેની ઉપર વધારે ભાર મૂકાયો : હવે શહેર અને જિલ્લા પ્રમુખો અને તેમની ટીમ બનશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૯:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર થઈ. આ ટીમમાં પ્રદેશ પ્રમુખની મહેનત જોઈ શકાય છે. કોને લેવા કરતા કોને ન લેવા તેની ઉપર વધારે ભાર મૂકાયો. પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના સમયમાં કમલમ કાર્યાલયથી દૂર થયેલાને પુનઃ પ્રવેશ અપાયો. રાજકારણમાં કશું કાયમી નથી, તેનો પણ સંદેશ અપાયો. દબદબો ભોગવતા નેતાઓ સાઈડલાઈન થયા, તો સાઈડલાઈન થયેલા નેતાઓ દબદબામાં આવ્યા. સમગ્ર ટીમમાં યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અને કાર્યાલય મંત્રી શ્રીનાથ નવી ટીમમાં સામેલ થયા. પ્રશાંત કોરાટને પ્રમોશન સાથે પ્રદેશ મહામંત્રી બનાવ્યા. નવી ટીમમાં જ્ઞાતિના સમીકરણો અને જિલ્લાના સમીકરણોનો સારો સમન્વય કરવામાં આવ્યો. જોકે ૨૦૨૭ ની વિધાનસભાની ચૂંટણીમાં અનેક ધારાસભ્યોને ટિકિટ લેવી મુશ્કેલ બનશે તેવી ચર્ચા નવી ટીમ પછી શરૂ થઈ. દક્ષિણ ગુજરાતમાંથી પૂર્વ મંત્રી ગણપત વસાવા અને ઝંખના પટેલનો સમાવેશ પોસ્ટ સંકેતોએ આપી દીધા છે. હવે શું થશે. જોકે નવી ટીમ બની ગયા પછી હવે શહેર અને જિલ્લા પ્રમુખો અને તેમની ટીમ બનશે. શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂંક જગદીશ વિશ્વકર્મા આવ્યા એ પહેલા થઈ ચૂકી છે. એટલે તેમાં પણ ફેરબદલ થાય તો નવાઈ નહીં. જે થાય તે પણ લાંબા સમય બાદ પ્રદેશ ભાજપના પાંચ મહામંત્રીઓ સાથે કામ કરશે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
