<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

વાંકાનેરમાં કેશરીદેવસિંહ ઝાલા આયોજીત કામા અશ્વ શોનું સમાપન

સમાપન સમારોહમાં વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહને અશ્વ પ્રેમી મુસ્‍તાકભાઇ બ્‍લોચે અશ્વની ભેટ આપીઃ જુદી-જુદી જગ્‍યાએથી અશ્વ પ્રેમીઓ ઉપસ્‍થિત રહયા

 

 

વાંકાનેરમાં રાજવી અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની અધ્‍યક્ષતામાં આયોજીત કામા અશ્વ શોની તસ્‍વીરી ઝલક.(તસ્‍વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૯: વાકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં વાંકાનેરના પૂર્વ રાજવી અને કેન્‍દ્રનાં પ્રથમ પર્યાવરણ મંત્રી સ્‍વ ડો. દિગ્‍વિજયસિંહ ઝાલાની સ્‍મળતિમાં રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા ત્રિદિવસીય ૧૭માં કામા અશ્વ શોનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હોય, જેમાં સમગ્ર ગુજરાત સહિત આજુબાજુના રાજ્‍યોમાંથી કાઠિયાવાડી, સિંધી તથા મારવાડી અશ્વોએ વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લઈ અદભૂત કરતબોથી દર્શકો અને મહેમાનોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

આ ભવ્‍ય અશ્વ શોમાં ૩૦૦ થી વધારે ઘોડેસવારોએ એન્‍શ્‍યોરન્‍સ રેસ, બેરલ રેસ, મટકા રેસ, રેવાલ ચાલ સહિતની સ્‍પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ અશ્વ શોના ત્રીજા અને અંતિમ દિવસ ગઇકાલ રવિવારે વિજેતા સ્‍પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા.

આ તકે વાંકાનેરના અશ્વ પ્રેમી મુસ્‍તાક બ્‍લોચ દ્વારા સમાપન સમારોહમાં ‘મહારાજા' નામનો અતિસુંદર અશ્વને ભેટ તરીકે વાંકાનેર મહારાજા અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને અર્પણ કર્યો હતો.

વાંકાનેર ખાતે યોજાયેલ ૧૭માં કામા અશ્વ શોનું સમાપન થતા અશ્વ પ્રેમીઓએ કરતબોથી દર્શકો અને મહેમાનોને મંત્રમુગ્‍ધ કર્યા હત્‍વા.

(11:56 AM IST)