News of Monday, 29th December 2025
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા આજે રાજપીપળા ખાતે જનજાગરણ કાર્યક્રમ કરાયો

( ભરત શા દ્વારા ) નર્મદા: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા રાજપીપળા ખાતે જનજાગરણ કાર્યક્રમનું આયોજન કે જે તારીખ 24 /12 /2025 થી 31/12/ 2025 સુધી જનજાગરણ ગ્રાહક પખવાડ્યું અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા દરેક નગરો શહેરોમાં વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને દરેક ક્ષેત્રના સંસ્થાનોમાં આયોજવામાં આવે છે તે અંતર્ગત આજે રાજપીપળાની જય અંબે શાળામાં આશરે 650 વિદ્યાર્થીઓની સાથે જનજાગરણ કાર્યક્રમનું આયોજન નિયામક મહેશભાઈ આહિર દ્વારા થયું જેમાં કાર્યક્રમના વક્તા ડો. અપર્ણા પંચોલી (મહિલા આયામ પ્રમુખ ગુજરાત પ્રાંત )એ સાયબર સિક્યોરિટી તથા ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ માં સમાવિષ્ટ ગ્રાહકોના અધિકારો તથા ફરજો પર વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમ માં ABGP ના ગુજરાત પ્રાંત ના કારોબારી સભ્ય પ્રવીણસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા અધ્યક્ષ સુજલભાઇ મિસ્ત્રી, નર્મદા જિલ્લા સચિવ નીતિનભાઈ ભાવસાર, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના નર્મદા જિલ્લાના અન્ય અધિકારીઓની પણ ઉપસ્થિત રહી.
શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન માં BPES તથા MPES ના 180થી પણ વધુ તાલીમાર્થી વિધાર્થીઓને સાયબર સિક્યોરિટી તથા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકોને મળતા હક્કો ની માહિતી આપવામાં આવી. વિદ્યાભારતી શાળામાં દીપકાબેન વ્યાસ ની સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
માં હરસિદ્ધિ માતાના આશીર્વાદ સૌ કાર્યકર ભાઈઓ તથા બહેનોએ આરતીમાં સહભાગી થઈ લીધા. દિવ્ય તથા ભવ્ય માતાજી ના દર્શન પશ્ચાત નર્મદા જિલ્લાના આદરણીય પોલીસ અધિક્ષક વીસાખા ડબરાલ ને અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત ના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનોએ શુભેરછા મુલાકાત કરી અને ABGP ના વર્ષ દરમિયાન કરવામાં આવતા કાર્યો થી માહિતગાર કર્યા.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
