<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

મુલ્કાપાડા ગામે અંદાજિત રૂ.૨૦ લાખના ખર્ચે બનેલ ચેકડેમ માં મસમોટો ભ્રષ્ટાચાર હોવાની આશંકા

ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતાઓ: ગામના તલાટી કમ મંત્રી પાસે માહિતી માંગતા તલાટી કમ મંત્રી દ્વારા માહિતી આપવામાં નહીં આવતા શંકા મજબૂત બની છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકોમાં ચેકડેમના કામમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે જેથી વરસાદી પાણીથી ચેકડેમ ભરાતાની સાથે ટુટી ગયા છે અને સરકાર દ્વારા વરસાદી પાણી ને રોકવાની યોજના નિષ્ફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ડેડીયાપાડા તાલુકાના અનેક ગામોમાં ચેકડેમની આ સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ડેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે ચેકડેમની હાલત તદ્દન ખરાબ જોવા મળી હતી અને ખેડૂતોએ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા.
મુલ્કાપાડા ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના અંતર્ગત મુલ્કાપાડા મેઈન કોતરમાં વર્ષ  ૨૦૨૧/૨૨ માં અંદાજિત રકમ રૂ.૨૦,૩૨,૨૮૩ નાં ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલ જે બે થી ત્રણ વર્ષ માંજ તૂટી જવા પામ્યો છે અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
આ મેઈન કોતરમાં બનાવવામાં આવેલ ચેકડેમની એવી દુર્દશા છે કે ચેકડેમની સાઈડમાં આવેલી દીવાલ ધરસાઈ થઈ ગઈ છે, અને આ ચેકડેમમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આશંકાઓ વ્યક્ત કરી છે, જે બાબતે મીડિયા દ્વારા તલાટી કમ મંત્રી વંસંતભાઈ વસાવા પાસે માહિતી માંગતા તલાટી કમ મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી નો હતી, આ ચેકડેમ ના ખર્ચ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે?

(10:33 PM IST)