News of Monday, 29th December 2025
શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળાના 6 વિદ્યાર્થીઓની રાજય સરકાર દ્વારા ચાલીસ-ચાલીસ હજારની સહાય માટે પસંદગી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળાના સ્થાપક શ્રી રત્નસિંહજી મહિડાનો જીવન મંત્ર હતો કે વિદ્યાર્થીઓને એવું શિક્ષણ અપાય કે પક્ષીની પાંખ જેવું હોય જે આકાશમાં ઉડી શકે. આ જ મંત્ર અને સાર્થક કરવા કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધી સતત પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે કોઈને કોઈ રોજગારી મેળવે. તેથી જ કોલેજમાં છ જેટલા રોજગાર લક્ષી સર્ટિફિકેટ કોર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. હાલમાં જ શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળાના 6 વિદ્યાર્થીઓ 'ઉદ્યોગ સાહસિકતા નીતિ' હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પસંદગી પામ્યા છે. ગુજરાત રાજ્ય સરકારના 'વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા નીતિ' કાર્યક્રમ હેઠળ શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળાના બીજા અને ત્રીજા વર્ષના 15 જેટલા વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિક બનવા માટેની તાલીમ મેળવી હતી. તેમાંથી છ જેટલા વિદ્યાર્થીઓએ નવું સાહસ શરૂ કરવા માટેના કોલેજના પ્રાધ્યા પીકા તથા EDC નોડલ ઓફિસર કિંજલબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બે પ્રોજેક્ટ જમા કરાવ્યા હતા. જે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવા માટે પસંદગી પામ્યા છે. આ અઅંતર્ગત પ્રતયેક વિદ્યાર્થીને રૂપિયા 40 હજારની આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી નવું સાહસ ઊભૂ કરવા માટે આપવામાં આવશે. કોમર્સ કોલેજ રાજપીપળાની બીજા વર્ષની વિદ્યાર્થીની પાટીલ નીલીમા, ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ ઘરિયા મિતીરાજ, પટેલ હર્ષ, માછી જીગર ,ભોઈ કુશલ અને તડવી પ્રતીક ને આ સહાય મળશે જે દ્વારા તેઓ ઉદ્યોગ કરી શકશે. શ્રી આર. એમ. કોમર્સ કોલેજ કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધી દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ વર્ષે છ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે આવતા વર્ષે વધારે પ્રયત્ન કરીશું તો 60 વિદ્યાર્થીઓને આ સહાય મળી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી. પ્રા. ડો.લકી રાજસિંહ ગોહિલ, પ્રા. હાફીસ કુરેશી, પ્રા.ક્રિષ્નાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
