<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટ બપોર સુધી સજ્જડ-સ્‍વયંભુ બંધ : ગેમઝોન અગ્નિકાંડ ઘટનાની પ્રથમ માસિક પુણ્‍યતિથિ : રૈયા રોડ, જંકશન, રેલનગર સહિતના વિસ્‍તારો પણ સ્‍વયંભૂ બંધ, અમુક જગ્‍યાએ આંશિક દુકાનો ખુલ્લી : ધર્મેન્‍દ્ર રોડ, સોની બજાર, ગુંદાવાડી, પેલેસ રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા રોડ, ઘી કાંટા રોડ સવારથી જ બંધ : જે વિસ્‍તારોમાં દુકાનો ખુલ્લી હતી ત્‍યાં કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોએ અપિલ કરી દુકાનો બંધ કરાવી : ગેમ ઝોન અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્‍ધાંજલિ આપવા પહેલી માસિક પૂણ્‍યતિથીએ કોંગ્રેસ દ્વારા અપાયું હતું બંધનું એલાન : ગેમ ઝોનના હતભાગીઓને શ્રધ્‍ધાંજલી આપવા રાજકોટની તમામ બજારો બંધઃકોંગી આગેવાનોએ જે દૂકાનો ખુલ્લી હતી ત્‍યાં જઇ હાથ જોડી વિનંતી કરતાં વેપારીઓએ ટેકો જાહેર કર્યોઃ સમગ્ર શહેરમાં શાંતિપુર્ણ બંધ2:52 PM IST

રાજકોટ બંધનો પ્રારંભ: સવારના પહોરમાં શાળા કોલેજો મહદ અંશે બંધ રહી: પ્રારંભમાં બજારોમાં સોંપો: કોંગીજનો શાંતિપૂર્ણ બંધ રાખવા અપીલ કરી રહ્યા છે : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે અને આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા અપાયેલ રાજકોટ બંધના એલાનને સવારે ૯ વાગ્યાના અહેવાલ મુજબ પ્રારંભમાં જોરદાર પ્રતિભાવ મળ્યો છે. : શહેરની મોટાભાગની સ્કૂલો બંધ રહી છે. તસવીરમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલ બંધ કરી રજા પાડવામાં આવી. : જ્યારે જ્યાં જ્યાં દુકાનો ખુલી છે ત્યાં શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસના અને એનએસયુઆઇના કાર્યકર ભાઈ બહેનો બંધ પડાવવા અપીલ કરી રહ્યા છે.. તસવીર સંદીપ બગથરીયા અકિલા.9:26 AM IST

જૂની કલેકટર કચેરીમાં ચોંકાવનારી પાર્ટી અંગે કલેકટરનો નિર્દેશઃ હાલ અમે વિગતો મેળવી રહ્યા છીએઃ બાબત જાણ્‍યા બાદ તપાસ થશેઃ DSOનું અકળ મૌનઃ ભારે ચર્ચા : જૂની કલેકટર કચેરીમાં આવેલ પુરવઠાની ઝોનલ કચેરીની લોબીમાં ગત ગુરૂવારે રાત્રે ૮ થી ૯ માં યોજાયેલ કહેવાતી એક ચોંકાવનારી પાર્ટી અંગે ઉચ્‍ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છેઃ કલેકટર પોતે ફોટાની વિગતો મેળવી રહ્યા છેઃ દરમિયાન કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા''ને જણાવેલ કે અમે વિગતો મેળવી રહ્યા છીએઃ બધી બાબત જાણ્‍યા બાદ તપાસ થશેઃ સંભવતઃ સીટી પ્રાંત-૧ને તપાસ સોંપાય તેવી શકયતાઃ જો કે મહેસૂલના અન્‍ય એક ટોચના કર્મચારીએ ઉમેર્યું હતું કે આમાં અમારો મહેસૂલનો એક પણ કર્મચારી નથીઃ પાર્ટી અંગેDSO ને ફોન કરતા તેમણે ફોન ઉપાડયો નહતોઃ DSO દ્વારા અકળ મૌન સેવાઇ રહ્યું છે. 3:54 PM IST

જામનગર શહેરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રણજીત સાગર રોડ પર નર્સરી તથા હોટલનું દબાણ દૂર કરાયુ : જામનગર શહેરમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા રણજીત સાગર રોડ પર આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખા દ્વારા નર્સરી તથા હોટલનું દબાણ દૂર કરાયું હતું. જોકે ઘણા સમય થી દબાણ હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. પરંતુ આખરે લોકોની રજૂઆતો ને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા રણજીત સાગર રોડ પર પહોંચી ત્યાં નર્સરી તથા હોટલનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)2:00 PM IST

સમગ્ર રાજ્યમાં કાલથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ : ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે ૩૨.૩૩ લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવશે : તા. ૨૭મી એ છોટાઉદેપુર, તા. ૨૮મી એ સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવમાં જોડાશે : ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ IAS, IPS, IFS અને વર્ગ-૧ના કુલ ૩૬૭ અધિકારીઓ વિવિધ સ્થળોએથી બાળકોનું શાળા નામાંકન કરાવશે5:47 PM IST