<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતે ટ્રાફિક પોલીસ અને નીરજ પટેલ ટીમ દ્વારા ફિટનેસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ અને જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીરજ પટેલ તેમજ તેમની ટીમના સહયોગથી ધાબા ગ્રાઉન્ડ, રાજપીપળા ખાતે ટ્રાફિક જાગૃતિ અને "સ્વચ્છ નર્મદા, સ્વસ્થ નર્મદા" અંતર્ગત ફિટનેસ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં જાહેર જનતાને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી અને માર્ગ સલામતી-સુરક્ષા બાબતના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રાજ્ય સરકારની માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવનારને પ્રોત્સાહનરૂપે રોકડ ઇનામ આપવામાં આવે છે તે " રાહવીર યોજના " અંગે પણ જાણકારી આપવામાં આવી. ત્યારબાદ બાઈકર્સ રેલી દ્વારા જાહેર જનતામાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ વખતે હેલ્મેટ પહેરવા બાબતે જાગૃતિ આવે, તે માટે હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી. "સ્વચ્છ નર્મદા, સ્વસ્થ નર્મદા" અંતર્ગત ફિટનેસ અવરનેસ માટે ઝુમ્બા ડાન્સ, પીટી, યોગા જેવી પ્રવૃતિઓ કરવામાં આવી.

(10:35 PM IST)