તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Tuesday, 30th December 2025
ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા ખળભળાટ
પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો: પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોથી કિરીટ પટેલ નારાજ હોવાની ચર્ચા

પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ આજે બપોરે 3 વાગ્યે પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપશે.
પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોથી કિરીટ પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એસસી મોરચાના પ્રમુખપદે જયા શાહને ફરીથી રિપીટ કરાતા વિરોધ ઊઠ્યો છે. આ મામલે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના અન્ય અગ્રણીઓ સાથે ચર્ચા અને વાતચીત પણ શરૂ રાખી છે. ઘટનાને પગલે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
