<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

તા.૧ થી ૩ સુધી ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અંબાજી ખાતે

રાજકોટ,તા.૩૦: ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘનું ૫૪ મુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન, ઉતર ગુજરાતની અરવલ્લી ગિરિમાળાની મધ્‍યે વિશ્વ વિખ્‍યાત શક્‍તિપીઠ જી.એમ.ડી.સી. ગ્રાઉન્‍ડ અંબાજી ખાતે તા. ૧ /૨ /૩ જાન્‍યુઆરી ૨૦૨૬ના યોજાનાર છે.

આ અધિવેશનમાં સમગ્ર ગુજરાત રાજ્‍યમાથી અંદાજિત ત્રણ હજારથી વધુ આચાર્યશ્રીઓ ત્રણ દિવસ મનન ચિંતન કરીને નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ થકી ગુજરાતનાં શિક્ષણને સર્વોચ્‍ચ શિખરે પહોચાડવા અને કેન્‍દ્ર સરકારના સ્‍વદેશી અને આત્‍મ નિર્ભર ભારત અભિયાનને સફળ બનાવી રાષ્‍ટ્રને આદર્શ નાગરિકો આપવાના શુભ આશયથી જ્ઞાનગોષ્ઠી કરવાના છે.

આ અધિવેશનના પ્રથમ સત્રનો પ્રારંભ તા.૧/૧/૨૦૨૬ના સાંજના ૪ કલાકે થશે, જેના અધ્‍યક્ષ આર.આર. વ્‍યાસ (સચિવશ્રી, ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર), સમીરભાઈ પટેલ (તજજ્ઞ વક્‍તાશ્રી, નવી શિક્ષણ નીતિ), ઉપરાંત મુખ્‍ય મહેમાન તરીકે  અર્ચિતભાઈ ગાલા, દીપકભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, ડો. પ્રો પરમાર તથા ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના બોર્ડ મેમ્‍બરશ્રીઓ સર્વશ્રી જે.વી.પટેલ, અજિતભાઈ પટેલ, નિલેષભાઈ સોનારા, જશુભાઇ રાવલ,ભાવિનભાઇ ભટ્ટ, પરશોતમભાઈ સોનારા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને વિનુભાઇ પટેલ ઉપસ્‍થિત રહેશે.

અધિવેશનના દ્વિતીય પ્રેરણા સત્રનો પ્રારંભ તા. ૨/૧/૨૦૨૬ના સવારે ૯.૩૦ કલાકે થશે. આ સત્રના અધ્‍યક્ષ  હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્‍ય મંત્રીશ્રી ), સત્રના ઉદ્ધઘાટક તરીકે પ્રદ્યુમનભાઈ વાજા (કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી), મુખ્‍ય મહેમાન તરીકે કમલેશભાઇ પટેલ (નાણાં મંત્રીશ્રી), ત્રિકમભાઈ છાંગા (ઉચ્‍ચ શિક્ષણમંત્રીશ્રી, રાજ્‍યકક્ષા), ડો.હર્ષદભાઈ પટેલ (ધારાસભ્‍યશ્રી અમદાવાદ), ધવલસિંહ ઝાલા (ધારાસભ્‍યશ્રી બાયડ અરવલ્લી) અને અતિથિ વિશેષ તરીકે રાજૂભાઈ ગાલા (નવનીત) અને વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખશ્રીઓ સર્વેશ્રી શંકરસિંહ રાણા, સતિષભાઈ પટેલ, દિગ્‍વિજયસિંહ જાડેજા, બાબુભાઈ પટેલ, વિમલભાઈ મકવાણા અને મિતેશભાઈ મોદી ઉપસ્‍થિત રહેશે.

રાત્રિ બેઠકમાં અક્ષર મ્‍યૂઝિકલ ગ્રુપ બરોડા દ્વારા રાત્રે ૮:૩૦ કલાકે સાંસ્‍કળતિક પ્રોગ્રામ યોજાશે. તા. ૩/૧/૨૦૨૬ના તળતીય બેઠક સવારે ૯:૩૦ કલાકે ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘના અધ્‍યક્ષશ્રી જયપ્રકાશ પી. પટેલ અને પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલના વરદ હસ્‍તે અધિવેશન ખુલ્લુ મુકાશે. તેમ સંજયભાઇ પંડયાની યાદીમાં જણાવે છે

(3:13 PM IST)