News of Tuesday, 30th December 2025
ભારે નારાજગી વચ્ચે કોંગ્રેસના સીનીયર ધારાસભ્યએ દંડક પદ ફગાવ્યુ : ભારે ચર્ચા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩૦ : પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આજે ધારાસભ્યપદેથી વિધાનસભાના અધ્યક્ષશ્રીને રાજીનામુ આપી રહ્યાની ભારે ચર્ચા વચ્ચે તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી રહ્યાના અહેવાલોને ફગાવી દીધા છે : હોદ્દેદારોની નિમણુકમાં તેમની નારાજગી જાણીતી છે આ સંદર્ભે તેમણે દંડક પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તેમની નજીકના વર્તુળોના જણાવ્યા મુજબ તેઓ કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય છે અને નિમણુંકોમાં તેમની નારાજગી દર્શાવવા આ રાજીનામુ આપી રહ્યા છે. દરમિયાન મીડીયા સમક્ષ કીરીટભાઈએ જણાવ્યુ હતું કે તેઓ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી રહ્યા નથી પરંતુ કોંગ્રેસના દંડક પદેથી પક્ષને રાજીનામુ સુપ્રત કરી રહ્યા છે. તેમણે વધુમાં કહેલ કે, ધારાસભ્ય તરીકે પ્રજાએ ચૂંટેલ છે એટલે પ્રજાની મંજૂરી વિના રાજીનામુ આપીશ નહિં, જયારે દંડક પદ પક્ષે આપેલ છે અને માટે હું પક્ષને રાજીનામુ આપી શકુ છું.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
