<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

મહેસાણાના ઈરાણા ગામે નાણાંની ઉઘરાણીમાં યુવકનું અપહરણ, હાથ પગ તોડી રિવોલ્વર બતાવીને કરી લૂંટ

પતિ-પત્નીના પાસપોર્ટ બળજબરીથી લઈ લીધા: નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી છત્રાલ ટોલનાકે ફેંકી દીધો:નંદાસણ પોલીસે જયેશ રબારી સહિત 9 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મહેસાણાના ઈરાણા ગામે નાણાંની ઉઘરાણીમાં યુવકનું અપહરણ, રિવોલ્વર બતાવીને લૂંટ કરી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. રૂપિયા 1 કરોડની સામે 3 કરોડ ચૂકવ્યા છતાં વધુ પૈસા માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. રબારી જયેશભાઈના ફાર્મ હાઉસ પર બોલાવી ઢોર માર માર્યો હતો. લૂંટારાઓએ ધારીયા, પટ્ટા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ-પત્નીના પાસપોર્ટ બળજબરીથી લઈ લીધા હતા. નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી છત્રાલ ટોલનાકે ફેંકી દીધો હતો. નંદાસણ પોલીસે જયેશ રબારી સહિત 9 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(9:18 PM IST)