<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

રાજ્યના 19 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે ઈન- સીટુ બઢતી અપાઈ : જૂઓ સંપુર્ણ યાદી

સુશ્રી ક્રિશ્ના માલકિયા,,સુશ્રી રીતુ પટેલ, હર્ષદકુમાર ડોબરીયા,યશકુમાર દેસાઈ ,ધ્રુવરાજસિંહ જાડેજા અને મૃત ચાવડા સહિતનાને બઢતી

અમદાવાદ : રાજયના 19 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે હંગામી ધોરણે ઈન સીટુ બઢતી અપાઈ છે સચિવાલય સંવર્ગ પરના નીચે દર્શાવેલ નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦/- પે મેટ્રીક્સ લેવલ-૭)ને સચિવાલય સંવર્ગના સેક્શન અધિકારી, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ. ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦/- પે મેટ્રીક્સ લેવલ-૮) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે ઈન-સીટુ બઢતી આપી તેઓને તેમના નામ સામે દર્શાવેલ હાલની નાયબ સેક્શન અધિકારીની જગ્યાએ કામગીરી બજાવવા નિમણૂક આપવામાં આવે છે. તેઓ હાલની જગ્યાએ કામગીરી બજાવે ત્યાં સુધી આ જગ્યા સેક્શન અધિકારી સંવર્ગમાં અપગ્રેડ થયેલી ગણાશે અને તેઓના સેક્શન અધિકારીની જગ્યાએ વિગતવાર નિમણૂકના હુકમો થાય અને તે જગ્યાએ તેઓ હાજર થાય ત્યારથી આ જગ્યા નાયબ સેક્શન અધિકારી સંવર્ગમાં ડાઉનગ્રેડ થયેલી ગણાશે.

રાજયના 19 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે હંગામી ધોરણે ઈન સીટુ બઢતી અપાઈ છે  જેની યાદી આ મુજબ છે 

(10:16 PM IST)