<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

જયંતી ભાનુશાલી હત્‍યા કેસમાં નવો વળાંકઃ મનજી બાપુ સામે આરોપનામું: હાજર થવા ભચાઉ કોર્ટનો આદેશ

૭ વર્ષ પૂર્વે બનેલ હત્‍યાના આ બનાવમાં પૂર્વ ધારાસભ્‍ય છબીલ પટેલ સહિત ૧૩ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો, હાલમાં જ એક આરોપી શાર્પ શૂટર વિશાલ કાંબલેની જેલમાં હત્‍યા કરાઈ હતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ :.. વર્ષ ૨૦૧૯ માં ચાલુ ટ્રેનમાં ગોળી મારી પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય જયંતી ભાનુશાલી હત્‍યા કરવાના બનાવે રાજ્‍યભરમાં ભારે ખળભળાટ સર્જ્‍યો હતો.

 તેમાં આ હત્‍યા કેસમાં અન્‍ય પૂર્વ ધારાસભ્‍ય છબીલ પટેલનું નામ ખુલતા ભારે ચકચાર સાથે આ કેસ હાઈપ્રોફાઈલ બની ગયો. જેમાં જયંતી ઠક્કર ડુમરા તેમ જ મનીષા ગોસ્‍વામી નામની મહિલા તેમ જ અન્‍ય આરોપીઓ સાથે શાર્પ શૂટરોના નામ અને સોપારી ઙ્કકરણ ખુલ્‍યું હતું.

 હવે આ સમગ્ર કેસ સંદર્ભે મૂળ ફરિયાદી સુનિલ ઉર્ફે વસંત શંભુભાઈ ભાનુશાલીએ રાતાતળાવ ગૌશાળા પાંજરાપોળના સંચાલક મનજી બાપુ ઉર્ફે મનજી ખિયાંશી ભાનુશાલીની આ કેસમાં ઙ્કત્‍યક્ષ અથવા પરોક્ષ સંડોવણી હોવાનું જણાવી આરોપી તરીકે તેમનું નામ દાખલ કરવા ભચાઉ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં અગાઉ મળતક જયંતી ભાનુશાલીએ મનજી બાપુ સંચાલિત ગૌશાળા સામે સબસીડી ના દુરુપયોગની ફરિયાદ તેમ જ દબાણો અંગે અરજી કરી હોવાનું જણાવ્‍યું હતું. આ કારણે મનજી બાપુને દુશ્‍મનાવટ હોવાનું જણાવી સમાધાનના બહાને જયંતીભાઈ અમદાવાદ ૬/૧ ના જવાના હતા તેમને રોકી રખાયા હતા અને તેઓ ૭/૧ ના અહીંથી ગયા હતા. વળી અહીં મનજી બાપુ પાસે હત્‍યા કેસની આરોપી મનીષા ગોસ્‍વામીની અવરજવર હતી. તેમ જ મનજી બાપુ સિવાય કોઈને પણ ખબર નહોતી કે જયંતી ભાનુશાલી ટ્રેનમાં જવાના છે તેમણે જ આ માહિતી લીક કરી હતી.

અગાઉ હત્‍યા સમયે પણ મનજી બાપુ સામે શંકા વ્‍યક્‍ત કરી અરજદારે તેમના વિરુદ્ધ બયાન આપ્‍યું હતું પરંતુ તેમને સાહેદ બનાવાયા હતા. આ અંગે અરજદારની અરજી ભચાઉ કોર્ટે મંજૂર કરી આ ગુનામાં મનજી બાપુને આરોપી તરીકે ટ્રાયલનો સામનો કરવા તા.૧૯.૧ ના ભચાઉ કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયું છે.

(10:53 AM IST)