<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાજ્‍યભરના IPS વિડિઓ મારફત વિદાઈ અને આવકાર સમારોહમાં બપોરે ૩ વાગ્‍યે જોડાશે

ભાજપ સરકારની સસ્‍પેન્‍સ ઘેરું બનાવવાની નીતિ વચ્‍ચે વિકાસ સહાયના નિવળતિ સમારોહમાં યુનિફોર્મ : પહેરી આવવાના તાકીદના ફેક્‍સ મેસેજ વહેતો કર્યો, પણ સતાવાર નવા ડીજી અંગે રહસ્‍ય યથાવત રાખ્‍યું : દિલ્‍હી દરબારે સિનિયોરીટી, મેચ્‍યોરિટી ભંગ ન કરવાની નીતિ મુજબનો નિર્ણય કરી લીલી ઝંડી આપી દીધી, ગાંધીનગરે પણ બિન સતાવાર જેમના પર કળશ ઢોળાવવાનો છે તેને જાણ કરી દીધી છે : એક યુગમાં એક સપ્તાહ પહેલા મુખ્‍ય પોલીસ વડા અંગે નિર્ણય કરી, સહુને જાણ કરી અભિનંદન આપવાની પ્રણાલી પણ પોલીસ તંત્રમાં હતી

રાજકોટ તા. ભારતીય જનતા પક્ષની એ નીતિ રહી છે કે કોઈ મોટા સ્‍થાન અંગે લોકો અને મીડિયામાં ઉત્‍કંઠા હોય ત્‍યારે તેમાં રહસ્‍ય ઊભુ થાય તેવું વાતાવરણ બનાવવું, અને રહસ્‍ય એવું ઘેરું બનાવવું કે તેમાં ઘણી શંકા જાગે, અને સંબંધકર્તાઓ બે ભાગમાં અલગ અલગ માનતા થાય અને અખબારો પણ ચકરાવે ચઢે. એક યુગમાં જે સિનિયોરિટી, મેચ્‍યોરિટી, એબીલીટી ધરાવતા અધિકારીને એડવાન્‍સમાં તેમને સરકારના નિર્ણય વિશે જાણ કરાતી, એટલે આવું સસ્‍પેન્‍સ રહેતું નહીં.        

ગુજરાતના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય ૬ માસ અગાઉ નિવળત થવાના હતા ત્‍યારે સાંજે ૬ પછી ઓફિસ સમય પછી તેમને સતાવાર જાણ કરી સમય મર્યાદા વધારેલ. આ નિર્ણય પાછળ પણ એક મહત્‍વનો નિર્ણય છુપાયેલ.   

આજે નિવળત થતા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય મામલે પણ તેમના એક્‍સ્‍ટેન્‍શન્‍સ અંગે ચર્ચાઓ ચાલી, જોકે વિકાસ સહાય દ્વારા ક્રાઈમ કોન્‍ફરન્‍સમાં પોતે હવે નિવળત થાય છે તેવા સંકેત આપ્‍યા, પણ ઘણા IPS દ્વારા અલગ નજરે આ વાત જોઈ અને અર્થ કાઢયા. 

આખરે ૩૦ ડિસેમ્‍બરે મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય નિવળત થાય છે તેવા સંકેત આપવા માટે , નિવળતિ સમારોહમાં પોલીસ ભવનના અધિકારીઓ યુનિફોર્મ પહેરી આવે તેવા ફેક્‍સ મેસેજ થયા, ગુજરાતના અન્‍ય પોલીસ કમિશનર,રેન્‍જ વડા, એસપી વિગેરે બપોરે ત્રણ કલાકે વીડિયો કોન્‍ફરન્‍સથી વિદાય સમારોહ અને નવા પોલીસ વડાને આવકારશે. એક વાત એવી છે કે દિલ્‍હી દરબારે ok કરી ગળહ મંત્રાલયને મોકલી આપેલ છે, અને સંબંધકર્તાને જાણ કરી દેવામાં આવી છે. ડો. કે એલ એન.રાવ કે જે સિનિયર મોસ્‍ટ છે તે રાજકોટમાં ડીસીપી એને જોઇન્‍ટ પોલીસ કમિશનર રહી ચૂકયા છે. 

 

 

કાલે સાંજે વિકાસ સહાયના નિવળતિ સમારોહમાં યુનિફોર્મ પહેરી આવવાના તાકીદનો ફેક્‍સ. જે અકિલમાં બ્રેકિંગ તરીકે પ્રસિદ્ધ થયેલ

(1:39 PM IST)