<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કૂ વિખ્‍યાત અરબાઝ ઉર્ફે ફાઇ ટુ ને મોટી રકમના ડ્રગ્‍સ સાથે ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધો....

પે એન્‍ડ યુઝ ટોયલેટના પ્રથમ માળનો ઉપયોગ ડ્રગ્‍સ વેચાણ કેન્‍દ્ર તરીકે થાય તે પહેલા સીપી અનુપમસિંહ ગેહલોત, જેસીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્‍વ હેઠળની ટીમના પીઆઇ એસ.એન પરમાર એસીપી કિરણ મોદી સાથે સંકલન કરી સ્‍ટાફ સાથે અદભુત સફળતા મેળવી.. : જેનો ભાઈ પણ ડ્રગ્‍સ પેડલર છે, એવો આ આરોપી ડ્રગ્‍સ કેસમાં જામીન પર હોવા છતાં આદત સે મજબૂર ફરી નવા વર્ષનો લાભ લેવા ડ્રગ્‍સ વેચાણ કરવા પ્રેરાયો હતો...

નો ડ્રગ્‍સ ઈન સુરત , સમાજના વિવિધ લોકોની લાગણી, માંગણી અને લોકોના સહકારથી પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ચાલતા આ અભિયાનને સ્‍થાનિક સાથે DCB બ્રાન્‍ચ દ્વારા  પણ ટોપ પ્રાયોરિટી આપતા સફળતાના વિક્રમો  

રાજકોટ, તા.૩૧: સુરતમાં નો ડ્રગ્‍સ ઈન સુરત હોય કે ના વોન્‍ટેડ ઇન સુરત, નો હાર્ડ કોર ક્રિમીનલ in સુરત અભિયાન અંતર્ગતના તમામ અભિયાન ટોપ ગિયરમાં મુકવામાં આવતા વધુ એક સફળતા મળી છે.

નો ડ્રગ્‍સ ઈન સુરત , સમાજના વિવિધ લોકોની લાગણી, માંગણી અને લોકોના સહકારથી પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ચાલતા આ અભિયાનને સ્‍થાનિક સાથે DCB બ્રાન્‍ચ દ્વારા  પણ ટોપ પ્રાયોરિટી દ્વારા સીપી, જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શન અને ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્‍વ હેઠળની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એન.પરમાર અને સ્‍ટાફ સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે.

સુરતના સૈયદપુરા માર્કેટ પાસે આવેલ પે એન્‍ડ યુઝ ટોયલેટના પહેલા માળ પરથી કૂ વિખ્‍યાત અને હાલ ડ્રગ્‍સના કેસમા જામીન પર રહેલ  અરબાઝ ઉર્ફ ફાય ટુ ડ્રેગ્‍સનું છૂટક વેચાણ કરી રહ્યાની બાતમી આધારે ક્રાઈમ બ્રાન્‍ચ ટીમે ઝડપી લીધેલ.

આરોપી પાસેથી ૫૧.૪૦૦ ગ્રામ ડ્રગ્‍સ જથ્‍થો આજે ૩૧મી નવું વર્ષ ઉજવણી મનાવવા ઉપયોગમાં લેવાઈ તે પહેલા ઝડપાય ગયેલ. આરોપીનો ભાઈ જલાલુદ્દીન પણ અગાઉ ડ્રગ્‍સ મામલે સુરત પોલીસે ઝડપી લીધેલ, આમ ક્રાઇમ બ્રાન્‍ચનું જાગળતિ રંગ લાવી છે.

(1:46 PM IST)