News of Wednesday, 31st December 2025
અમદાવાદને લગતી ૮પ ટ્રેનની સ્પીડ કાલથી વધશે : ૧૬૭ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર
રેલ્વે દ્વારા પ થી ૬૬ કિ.મી. પ્રતિ કલાક સુધીની ઝડપ વધારાઇ : મુસાફરોનો સમય બચશે

અમદાવાદ, તા. ૩૧ : પヘમિ રેલવે દ્વારા અમદાવાદ વિભાગને લાગુ પડતી ૮૫ ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પહેલી જાન્યુઆરીથી જુદી જુદી કુલ ૧૬૭ ટ્રેનના સમયમાં પાંચથી ૪૫ મિનિટ સુધીનો ફેરફાર થશે.
રેલવે વિભાગે દાવો કર્યો છે કે, આ ફેરફારના કારણે અમદાવાદ વિભાગના વિવિધ સ્ટેશનને લાગુ પડતી ૨૩ ટ્રેનની મુસાફરીમાં કુલ સમયમાં ૫થી ૪૦ મિનિટ સુધીનો ઘટાડો થશે. મુસાફરોનો કિંમતી સમય બચશે.
અમદાવાદ વિભાગ દ્વારા ગુરૂવાર થી લાગું પડતું નવું સમય પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. ટ્રેનોની ગતિ વધારવાના કારણે વિવિધ સ્ટેશનો પર ૧૧૦ જેટલી ટ્રેન પોતાના અગાઉના સમય કરતા ૫થી ૪૦ મિનિટ સુધી વહેલી પહોંચી જશે. જ્યારે ૫૭ ટ્રેન પોતાના હાલના સમય કરતા ૫થી ૪૫ મિનિટ સુધી મોડી પડશે. એટલે કે કુલ ૧૬૭ ટ્રેનના સમયમાં ફેરફાર થશે.
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભુજ સહિતના રેલવે સ્ટેશન પર આવક-જાવક કરતી ટ્રેનના સમય હવે બદલાઈ જશે. ટ્રેનના સમય અંગેની વિગતો રેલવેની વેબસાઈટ પર તેમજ પૂછપરછ માટેના ૧૩૯ નંબર પરથી મુસાફરો મેળવી શકશે.
પヘમિ રેલવે દ્વારા કુલ ૮૯ ટ્રેનની સ્પીડમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકથી માંડીને ૬૬ કિ.મી. પ્રતિકલાક સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ વિભાગને ૮૫ જેટલી ટ્રેન લાગું પડે છે. સૌથી વધુ સ્પીડ વધારવામાં આવી છે, તેવી ટ્રેન પર નજર કરીએ તો બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સારાય રોહિલ્લામાં ૬૬, અજમેર-દાદારમાં ૪૨, જેસલમેર-બાન્દ્રા ટર્મિનસમાં ૪૦, બિકાનેર-દાદરમાં ૩૫, દાદર-ભગત કી કોઠીમાં ૩૦, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસમાં ૪૦ અને ઓખા-જયપુર ટ્રેનની સ્પીડમાં ૩૦ કિ.મી.નો વધારો કરાયો છે. એટલે કે આ ટ્રેનો હવે તેની અગાઉની સ્પીડ કરતા આટલી વધારે સ્પીડથી દોડાવવામાં આવશે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
