<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ:ખરીદ ભાવમાં કાલથી પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધારો ચૂકવવા કરાઈ જાહેરાત.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી લાખ કરતાં વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો :કાલે 1 જાન્યુઆરીથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા ચુકવવામાં આવશે

પંચમહાલ ડેરી દ્વારા વર્ષ 2025ની અંતિમ સંધ્યાએ પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે મોટી જાહેરાત કરાઈ છે,  પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને અપાઈ નવા વર્ષની ભેટ અપાઈ છે, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી લાખ કરતાં વધુ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવતાં ખરીદ ભાવમાં આવતી કાલથી પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધારો ચૂકવવા જાહેરાત કરાઈ છે,

   ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા પશુપાલકોના આર્થિક વિકાસના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, હાલ પંચમહાલ ડેરીના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદીના 840 રૂપિયા ચુકવવામાં આવે છે. આવતી કાલે 1 જાન્યુઆરીથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા ચુકવવામાં આવશે. પંચમહાલ ડેરીના દૂધ ઉત્પાદકોમાં કેલેન્ડર વર્ષની અંતિમ સંધ્યાએ ચેરમેન દ્વારા લેવાયેલા નિર્ણયને લઈ વ્યાપી ખુશી ફેલાઈ છે 



 

(9:40 PM IST)