News of Wednesday, 31st December 2025
ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : રાજ્યના ૧૭ RTO અધિકારીઓને નવા વર્ષ પૂર્વે મળી બઢતી સાથે બદલીની ભેટ : જુઓ સંપૂર્ણ સૂચિ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને નાયબ નિયામક સંવર્ગમાં કરાયા સામુહિક બઢતીના આદેશ : વલસાડ, ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ સહિતના મહત્વના કેન્દ્રો પર નવા અધિકારીઓની નિમણૂક - તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા સરકારની સૂચના

રાજકોટ: ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે રાજ્યના મોટર વાહન ખાતાના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. વિભાગના ઉપસચિવ તેજેન્દ્ર પટેલની સહીથી જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, વર્ગ-૨ માં ફરજ બજાવતા ૧૭ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને વર્ગ-૧ (પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/નાયબ વાહન વ્યવહાર નિયામક) સંવર્ગમાં બઢતી આપી નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.
બઢતી મેળવનાર અધિકારીઓ અને તેમનું નવું નિમણૂક સ્થળ:
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નીચે મુજબના અધિકારીઓને બઢતી સાથે નવી જવાબદારી સોંપાઈ છે:
* પ્રતિક બાબુભાઈ લાઠીયા: આર.ટી.ઓ., બારડોલીથી બદલી કરી આર.ટી.ઓ., વલસાડ ખાતે નિમણૂક.
* કનકસિંહ દેવીસિંહ પરમાર: આર.ટી.ઓ., અમદાવાદ (પૂર્વ) થી આર.ટી.ઓ., ગાંધીનગર.
* વિનીતા હેમરાજ યાદવ: વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરથી આર.ટી.ઓ., મહેસાણા.
* હાર્દિકકુમાર અરવિંદભાઈ પટેલ: આર.ટી.ઓ., અમદાવાદથી આર.ટી.ઓ., પાટણ.
* આકાશ મહેન્દ્રભાઈ પટેલ: આર.ટી.ઓ., સુરતથી આર.ટી.ઓ., નવસારી.
* કેતનકુમાર મથુરભાઈ ખપેડ: આર.ટી.ઓ., રાજકોટથી આર.ટી.ઓ., વડોદરા.
* જીગર કૌશિકકુમાર કા. પટેલ: આર.ટી.ઓ., વડોદરાથી આર.ટી.ઓ., હિંમતનગર.
* જેમિનકુમાર જેઠાભાઈ ચૌધરી: આર.ટી.ઓ., પાટણથી નાયબ નિયામક, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર.
* દિપસંગભાઈ કનુભાઈ ચાવડા: એ.આર.ટી.ઓ., બોટાદથી આર.ટી.ઓ., આણંદ.
* મિતેષ નરેન્દ્ર બંગાલે: આર.ટી.ઓ., ભરૂચથી આર.ટી.ઓ., નડિયાદ.
* ચિંતન દશરથભાઈ પટેલ: આર.ટી.ઓ., દાહોદથી આર.ટી.ઓ., બારડોલી.
* ઉત્તમ બાબુલાલ સોલંકી: વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરથી આર.ટી.ઓ., પાલનપુર.
* તપનકુમાર ભુપેન્દ્રભાઈ મકવાણા: આર.ટી.ઓ., હિંમતનગરથી આર.ટી.ઓ., મોરબી.
* જીગર કનુભાઈ પટેલ: આર.ટી.ઓ., પાલનપુરથી ગુજરાત રોડ સેફટી ઓથોરીટી, ગાંધીનગર.
* સ્વપ્નિલકુમાર મનુભાઈ પટેલ: આર.ટી.ઓ., મહેસાણાથી આર.ટી.ઓ., બાવળા.
* ઈન્દ્રજીત સુરેશભાઈ ટાંક: આર.ટી.ઓ., ભાવનગરથી આર.ટી.ઓ., રાજકોટ.
* શૈશવ કનુભાઈ ગામીત: એ.આર.ટી.ઓ., વ્યારાથી આર.ટી.ઓ., દાહોદ.
આ તમામ અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૧ મુજબના પગાર ધોરણમાં બઢતી આપવામાં આવી છે. સરકારના આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે, જેથી નવા વર્ષની શરૂઆત સાથે જ આર.ટી.ઓ. કચેરીઓમાં વહીવટી કામગીરી વધુ વેગવંતી બનશે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
