<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રાજ્યમાં આગામી 12 કલાક દરમિયાન કમોસમી વરસાદની આગાહી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાનો માર !

પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં માવઠું વરસી શકે : બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 12 કલાક દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગઇકાલે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ આગામી 12 કલાક સુધી આવુ જ વાતાવરણ રહી શકે છે. માવઠાનો માર આવી રીતે જ સહન કરવો પડશે.

 

હવામાન વિભાગ મુજબ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં માવઠું વરસી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો પણ વધવાની સંભાવના છે.

(11:28 AM IST)