News of Thursday, 1st January 2026
બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી: ધાનેરા પંથકમાં ભરશિયાળે ચોમાસું જામ્યું
ધાનેરા અને ભાભર વિસ્તારમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા: સવારથી જ વાદળછાયું વાતાવરણ

બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ધાનેરા પંથકમાં ભરશિયાળે ચોમાસું જામ્યું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું. ધાનેરા અને ભાભર વિસ્તારમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, જેના કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
વાવ-થરાદ પંથકમાં પણ માવઠાનો પ્રભાવ જોવા મળ્યો. થરાદ અને ભાભર શહેરમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. વધુ વરસાદ પડે તો ખેતી પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને જીરું, રાયડું, એરંડા સહિતના પાકોને માવઠાના કારણે નુકસાન થવાની શક્યતા છે.
ભાભર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે 2025નું વર્ષ આફતો ભરેલું સાબિત થયું છે. વર્ષ દરમિયાન એક પછી એક કુદરતી આફતોનો સામનો કર્યા બાદ વર્ષના અંતિમ દિવસે માવઠું પડતા 2025 ખેડૂતો માટે નુકસાનકારક વર્ષ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
