<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જામનગર,દેવભૂમિ દ્વારાક, બનાસકાંઠા, સાબરકાંઠા ,પાટણ અને નવસારીમાં કમોસમી વરસાદ પડતા જનજીવન પ્રભાવિત

સલાયા, ગોઈંજ, ચુડેશ્વર સહિતના ગામોમાં કમોસમી વરસાદથી જીરું, ચણા સહિતના પાકમાં નુક્સાનની ભીતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સલાયા, ગોઈંજ, ચુડેશ્વર સહિતના ગામોમાં કમોસમી વરસાદથી જીરું, ચણા સહિતના પાકમાં નુક્સાનની ભીતિ છે. જામનગર,દેવભૂમિ દ્વારાક, બનાસકાંઠા, સાબરકાંઠા ,પાટણ સહિત નવસારીમાં પણ વરસાદી ઝાપટું પડતા જનજીવન પ્રભાવિત થયું હતુ.નવસારી પંથકમાં કમોસમી વરસાદથી કેરી, ચીકુ તેમજ અન્ય પાકને નુકસાનો ભય છે. ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક આવેલા આ માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.

 

(1:45 PM IST)