તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
મુખ્ય પોલીસ વડા ડો.કે એલ એન.રાવ અંગેની ઓછી જાણીતી વાત પર પ્રકાશ
સૌરાષ્ટ્ર અને રાજકોટ સાથે અનોખો નાતો ધરાવતા આ IPSના કાર્યની નોંધ પૂર્વ રાજયપાલ અને ગુજરાતના હાલનાં રાજ્યપાલે સોશ્યલ મીડિયા પર લીધી છે CID વડા બનતા સાથે જ રાજ્યભરના અધિકારીઓ પાસે વિડિઓ કોન્ફરન્સથી કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ, સાયબર માફીયાઓ અને ડ્રગ્સ માફીયાઓ વિરુદ્ધ ગુજરાતભરમાં ઝોનલ ઓફિસ શરૂ કરાવી છે ખૂબ કડકાઈથી કામ લેવા ટેવાયેલ આ અધિકારીએ ગુજરાતની જેલોમાં દરેક હાથને કામ એવું ગુજરાત મોડેલ વિકસાવેલ જેની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવાયેલ, આત્મ નિર્ભર કાર્યકમ પણ પ્રચલિત બનેલ

રાજકોટ તા.૧: ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની સસ્પેન્સ જાળવવાની પદ્ધતિ મુજબ આખરે ગઈકાલે મોડેથી રાજ્યના મુખ્ય પોલીસ વડા તરીકે જેનું નામ નિヘતિ હતું તેવા ડો કે એલ એન રાવના નામની જાહેરાત કરી છે. સિનિયોરિટી, મેચ્યોરિટી, અબિલિટી ધરાવતા આ IPS નું નામ સિનિયોરિટી ભંગ ન કરવાની નીતિ મુજબ પણ કેન્દ્ર દ્વારા સમય અભાવે મૌખિક મંજૂરી આપી દેવામાં આવેલ, કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા બાદ સંકેત પણ આપી દેવાયેલ.
૧૯૯૨ની બેચના ડો કે એલ.એન.રાવ કડક અને નિયમોના આગ્રહીની છાપ ધરાવવા સાથે ઓછું બોલી વધુ કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ ડીસીપી અને રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનરના કાર્યકાળ દરમિયાન અપરાધીઓ સાથે પોલીસ તંત્ર પણ તેમનાથી સચેત રહી તેમના સુધી કોઈ ફરિયાદ ન જાય તેની સાવધાની રાખતું. રાજ્યના મુખ્ય જેલ વડાના લાંબા કાર્યકાળ દરમિયાન જેલના પ્રત્યેક કેદીને કામનું આખું ગુજરાત મોડેલ બનાવેલ ,જે દેશભરમાં પ્રચલિત બનેલ વડા પ્રધાનના આત્મ નિર્ભર કાર્યક્રમ, વિવિધ સરકારી યોજના કેદી પરિવાર સુધી પહોચાડી હતી . જેલમાં હીરા ઉધ્યોગ, ડાયમંડ ઉધ્યોગ, વિવિધ અભ્યાસ કોર્ષ શરૂ કરાવેલ, આ અભ્યાસ કોર્સમાં તેમના પત્ની જાણીતા શિક્ષણવિદ ડીન ડો ઇન્દુ રાવનું મોટું યોગદાન રહેલ, જેની નોંધ પૂર્વ ગવર્નર ડો કિરણ બેદી અને ગુજરાતના વર્તમાન રાજ્યપાલે પોતાની ફેસબુક પર નોંધ લીધેલ.
સ્ટેટ લેવલની સીબીઆઈ જેવી CID ક્રાઇમના વડા તરીકેની જવાબદારી સભાળતા સાથે જ સહુ પ્રથમ વખત વિડિઓ કોન્ફરન્સ કરી હવે આ રીતે ઝડપથી કામ કરવાનું રહેશે તેનો ખ્યાલ આપેલ. હજારો પરિવારના ગુમ થયેલ પરિવારજનો શોધી આપેલ, ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ જેવા અપરાધો સામે નવી ટેકનોલોજીનો આવિષ્કાર કરેલ, ડ્રગ્સ સામે લડવા રાજ્યભરમા ઝોનલ ઓફિસ શરૂ કરાવેલ છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
