<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

અકસ્‍માતમાં મદદરૂપ થનાર ૪-‘રાહવીરો'નું કલેકટરના હસ્‍તે સન્‍માનઃ દરેકને ૨૫ હજાર અપાશે

 

રાજકોટ, તા.૧: જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં નંબર પ્‍લેટ વગરના વાહનોના માલિકો સામે કાર્યવાહી કરવા, કારમાં બ્‍લેક ફિલ્‍મ લગાડનાર વાહન ચાલકો વિરુદ્ધ કામગીરી કરવા અને તેના વેચાણકર્તા વિરુદ્ધ ડ્રાઇવ યોજવા તેમજ હાઈવે પર એલઈડી લાઇટ મહત્તમ કરી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્‍ટરશ્રીના હસ્‍તે ‘‘રાહવીર યોજના'' હેઠળ પસંદ થયેલ કુલ ૪ નાગરિકોને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયા હતા. રાજ્‍ય સરકાર દ્વારા રૂ.૨૫-૨૫ હજારની રાશિ તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ચારેય નાગરિકો માર્ગ અકસ્‍માતમાં અકસ્‍માતગ્રસ્‍ત નાગરિકોને મદદરૂપ થયા હતા

(3:18 PM IST)