<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સંસ્‍કારધામ ખાતે ‘નમોત્‍સવ'ની ઉજવણી : ભુપેન્‍દ્રભાઇ અને ફિલ્‍મ કલાકારો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્‍થિતિ

 

રાજકોટ : ગુજરાતના મુખ્‍યપ્રધાન શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સંસ્‍કારધામ ખાતે ‘નમોત્‍સવ'ની મુલાકાત લીધી હતી. આ મ્‍યુઝિકલ મલ્‍ટીમીડિયા પ્રોડક્‍શનમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જીવન અને તેમની સફરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. મુખ્‍યપ્રધાનની સાથે અનેક પ્રતિષ્‍ઠિત મહાનુભાવો જોડાયા હતા, જેમાં કેબિનેટ પ્રધાનો શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, એવોર્ડ વિજેતા ફિલ્‍મ નિર્માતા આશુતોષ ગોવારિકર અને માહિતી તથા પ્રસારણ સચિવ શ્રી સંજય જાજુ ઉપસ્‍થિત રહ્યા હતા. ગુજરાત અને ભારતીય ફિલ્‍મ ઉદ્યોગની જાણીતી હસ્‍તીઓમાં અભિનેત્રી અને મોડલ નમિથા વાંકાવાલા, ગુજરાતી ફિલ્‍મ ‘લાલો'ની મુખ્‍ય અભિનેત્રી રીવા રાછ, એવોર્ડ વિજેતા ફિલ્‍મ નિર્માતા મનીષ સૈની, દિવોના સ્‍થાપક અને ડિરેક્‍ટર વિશ્વનાથન રામાસ્‍વામી, નિર્માતા મલ્લીરેડ્ડી વીરેન્‍દ્ર ચૌધરી અને અભિનેત્રી અવની ઉપસ્‍થિત રહેલ. કેબિનેટ પ્રધાન શ્રી પ્રદ્યુમ્‍નભાઈ વાજા, શ્રી કુંવરજી બાવળિયા અને શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્‍યકક્ષાના પ્રધાનો શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી સ્‍વરૂપજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક શ્રી બાલકળષ્‍ણ ખાંડેરાવ શુક્‍લાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્‍કારધામના ચેરમેન ડો. આર. કે. શાહ અને સંસ્‍કારધામના વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી મહેન્‍દ્રભાઈ ભટ્ટ, ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તથા અમદાવાદ ડિસ્‍ટ્રીક્‍ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. નમોત્‍સવ માટેનો ઉત્‍સાહ વધતો ગયો તેમ સંસ્‍કારધામ ખાતે ત્રીજા દિવસે ઉપસ્‍થિત લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળ્‍યો હતો. સાંજે મોટી સંખ્‍યામાં વિવિધ વર્ગના લોકો ઊમટી પડયા હતા. જેમાં કોર્પોરેટ જગતના અગ્રણીઓ, આરએસએસના નેતાઓ તથા અનેક વરિષ્‍ઠ આઈએએસ ઓફિસરો સમાવિષ્ટ હતા. નમોત્‍સવમાં કલાત્‍મક અભિવ્‍યક્‍તિ, ઝાકઝમાળભર્યા પ્રદર્શનો, મલ્‍ટીમીડિયા ઇન્‍સ્‍ટોલેશન અને જાણીતા ગુજરાતી કલાકાર સાઇરામ દવેની આગેવાની હેઠળ જાણીતા રાષ્‍ટ્રીય નેતાઓ થકી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અભૂતપૂર્વ સફરની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્‍કારધામ એ સંસ્‍કાર, સેવા, મૂલ્‍યો અને દેશ માટેના પ્રેમના વિચારધારાના પાયા પર બનેલું છે. આ સંસ્‍થા લક્ષ્મણરાવ ઇનામદારજીની ફિલોસોફીથી પ્રેરિત છે, જેમને સમગ્ર ગુજરાતમાં વકીલ સાહેબ તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ માનતા હતા કે દૈવત્‍વ મનુષ્‍યની અંતરઆત્‍મામાં વાસ કરે છે અને દરેક વ્‍યક્‍તિ મૂલ્‍યોને આત્‍મસાત કરવા માટે સક્ષમ છે. જ્‍યારે શિક્ષણ, નૈતિકતા અને જવાબદારી પર આધારિત હોય ત્‍યારે તે દેશના ભવિષ્‍યને આકાર આપવામાં એક શક્‍તિશાળી પરિબળ બની જાય છે. રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ દ્વારા માર્ગદર્શિત અને સેવા તથા રાષ્‍ટ્રવાદના મૂળ મૂલ્‍યો દ્વારા પ્રેરિત સંસ્‍કારધામની શૈક્ષણિક સંસ્‍થાઓ લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળા અને ગ્‍લોબલ મિશન ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ અભ્‍યાસ માટેનો એવો માહોલ બનાવી રહી છે જ્‍યાં મૂલ્‍યો જીવનનો એક માર્ગ છે અને બાળપણને એક ઉદ્દેશ્‍ય સાથેની દિશા આપવામાં આવી છે. આ સંસ્‍થાઓ નાની ઉંમરથી જ જવાબદાર, જાગળત તથા વ્‍યવહારિક વૈશ્વિક નાગરિકો તૈયાર કરવા માટેની સંસ્‍કારધામની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ દ્રષ્ટિકોણ અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા ઉચ્‍ચ શિક્ષણ સુધી વિસ્‍તરે છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક સમસ્‍યાઓ માટેના ઉકેલો શોધવા માટે તાલીમ આપવા માટે સમર્પિત છે. સંસ્‍કારધામની છત્રછાયા હેઠળની અન્‍ય સંસ્‍થાઓમાં અનંત સ્‍કૂલ ઓફ એક્‍સીલન્‍સ, સંસ્‍કારધામ ડ્રોન એકેડમી અને વિજયી ભારત ફાઉન્‍ડેશન (વીબીએફ)નો સમાવેશ થાય છે. આ દરેક સંસ્‍થા સર્વાંગી શિક્ષણ અને કૌશલ્‍ય નિર્માણમાં અનોખી રીતે યોગદાન આપે છે. વીબીએફ ભારતમાં રમતગમતની ટોચની પ્રતિભાઓ તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેની વિશ્વકક્ષાની સુવિધાઓ અને વિવિધ શાખાઓનો અભિગમ નિષ્‍ણાંતોના માર્ગદર્શન હેઠળ તાલીમ અને વ્‍યક્‍તિગત સહાય પૂરી પાડે છે, જેથી રમતવીરો રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સફળતા હાંસલ કરી શકે. વીબીએફની વિશિષ્ટતા રમતજગતની આધુનિક વિજ્ઞાન તકનીકો સાથે ભારતીય પરંપરાગત પદ્ધતિઓને સંકલિત કરવામાં અને રમતો દ્વારા રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં રહેલી છે. નેમટેક ઇન્‍ડસ્‍ટ્રી ૪.૦ અને તેનાથી પણ આગળ વધીને ટેક્રોલોજીમાં પરિવર્તનના ક્ષેત્રે નવીનતાને આગળ ધપાવતી અગ્રણી વૈશ્વિક સંસ્‍થા છે. તે ભારતમાં સૌપ્રથમ મેન્‍યુફેક્‍ચરિંગ એન્‍જિનિયરિંગ એન્‍ડ ટેક્રોલોજી (એમઈટી) સ્‍કૂલ છે. તે ભારતના ઔદ્યોગિક પરિવર્તનના મોખરે છે અને વિકસિત ભારત ૨૦૪૭, આત્‍મનિર્ભર ભારત અને નેટ ઝીરો ભારત ૨૦૭૦ માટે દેશની આકાંક્ષાઓમાં ઊંડે સુધી મૂળિયા ધરાવે છે. નેમટેક ઉદ્દેશ્‍ય દ્વારા સંચાલિત એવા ટેક્રો-મેનેજર્સ તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે

(4:07 PM IST)