News of Thursday, 1st January 2026
લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના વાયરલ વીડિયો પ્રકરણમાં મોટો ધડાકો : સરપંચ ઉપર હુમલા પ્રકરણમાં બગદાણાના પીઆઈ ડી.વી.ડાંગરની બદલી
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ આપેલ અલ્ટીમેટમ બાદ ભાવનગર એસપી દ્વારા નિર્ણય : રાજ્યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ ફોન પર નવનીતભાઈ સાથે વાત કરી : સોમવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળશે

રાજકોટ તા.૧
લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના વાયરલ વીડિયો પ્રકરણમાં મોટો ધડાકો થયો છે.પુત્ર જયરાજ આહીર પર દાદાગીરીનો આરોપ હતો.જેથી લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો છે.માયાભાઇનો વીડિયો વાયરલ થયા બાદ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર શખ્સ પર હુમલાની વાત મુદ્દે વિવાદ સર્જાયો હતો.
બગદાણાના આશ્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી શબ્દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
માયાભાઇ આહિરનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે.DySP રીમા ઝાલાએ જણાવ્યું હતું કેનવનીતભાઈ ઉપર 8 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.CCTV-હ્યુમન સોર્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છો.નાજુભાઈ કામળિયાની પોલીસે અટકાયત છે.નાજુભાઈ કામળિયા દારૂના ધંધા સાથે સંકળાયેલા છે.પોલીસને બાતમી આપવાની શંકાને લઈને નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.હાલ તમામ ઘટનાઓને ધ્યાને રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી માયાભાઈ કે તેમના પુત્ર સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું નથી.
બગદાણાના નવનીતભાઈ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હોસ્પિટલમાં પીડિત સાથે મુલાકાત કરી હતી. ગુજરાત રાજ્યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ ફોન પર નવનીતભાઈ સાથે વાત કરી હતી.હીરાભાઈ સોલંકીએ પણ મંત્રી પરશોત્તમભાઈ સોલંકી વાત કરી હતી. સોમવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવાનું છે.તમે જ્યા હોવ ત્યાંથી સોમવારે આવવાનું છે.હું ધારાસભ્ય અને બધાને લઈને આવું છું, ભાઈ.સમાજના દીકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે તેમ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું છે.
આજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે ગયા હતા અને 2 દિવસ પહેલા બગદાણાના સરપંચ પર થયો હતો હુમલો
સરપંચ નવનીતભાઈ પર હુમલો થતા વિવાદ વકર્યો હતો
થોડી વાર પહેલા જ હીરાભાઈ સોલંકીએ પીઆઈની બદલીની કરી હતી વાત.બગદાણાના પીઆઈ ડી.વી ડાંગરની બદલી ભાવનગર SP નિતેશ પાંડેયએ કરી છે.પીઆઇ ડી.વી ડાંગરને લિવ રિઝર્વ ઉપર મુકાયા છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
