<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

પાટણના હારિજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :પોલીસે ગેરકાયદે બાંધકામ તોડવાની હાથ ધરી કાર્યવાહી

ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો: જમવાના પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે થયું હતું ઘર્ષણ

પાટણના હારિજના અડિયા ગામે જૂથ અથડામણ થઈ છે. બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થવા પામી છે. અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૩૧ ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન મોડી રાતે જૂથ અથડામણ થવા પામી હતી. જમવાના પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે થયું હતું ઘર્ષણ. જૂથ અથડામણ મામલે પોલીસે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.

(6:55 PM IST)