News of Thursday, 1st January 2026
સુરતમા બિલ્ડરની રિવોલ્વર ચોરી કરનાર કિશોર બિહારથી ઝડપાયો:એક રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળી ચોરી કરી હતી
આરોપી પાસેથી રિવોલ્વર અને આઠ ગોળી કબજે :બિલ્ડરે આરોપીને આઠ હજારની ચોરી કરતાં ઝડપ્યો હતો: બિલ્ડરે આરોપી કિશોરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

સુરતમા બિલ્ડરની રિવોલ્વર ચોરી કરનાર કિશોર ઝડપાયો છે. આ કિશોરે એક રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળી ચોરી કરી હતી. અલથાણા પોલીસે કિશોરની બિહારથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી રિવોલ્વર અને આઠ ગોળી કબજે કરવામાં આવી છે. બિલ્ડરે આરોપીને આઠ હજારની ચોરી કરતાં ઝડપ્યો હતો. બિલ્ડરે આરોપી કિશોરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.
સુરતમાં બિલ્ડરના ઘરે કામ કરતો નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસ ચોરી ગયો હતો સાથે નોકર 16 રાઉન્ડ કારતૂસની ચોરી કરી ગયો હોવાની વાત સામે આવી છે, બિલ્ડરે નોકર પ્રવિણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી . વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા હિરાના વેપારી અને બિલ્ડર મનુભાઈ ઓથાની લાયસન્સ વાળી સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર સાથે ૧૬ કારતુસ ચોરી કરીને નોકર ફરાર થઈ ગયો છે. ૨૦૨૨થી નોકરી કરતા પ્રવિણ નામના યુવકને છૂટો કરતાં જ તેણે ચોરીને અંજામ આપ્યો હતો.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
