<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

મહીસાગર નદી ઉપર ગળતેશ્વર બ્રિજ પર તંત્રએ વાહન વ્યવહાર બંધ કર્યો: લોકોએ હોબાળો મચાવ્યો

નર્મદા : ચોમાસા દરમિયાન ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતો મહીસાગર નદી ઉપરનો બ્રિજ કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે તે સમયે તમામ વાહનો માટે બંધ કરી દેવાયો હતો.  મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા નાના વાહનચાલકો માટે ફરી આ બ્રિજ શરૂ કરાયો હતો. બ્રિજ પર કંઈક મોટી ખામી સર્જાઈ હોવાથી તો ચેક કરવા માટે ભારદારી વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો. આમ વારંવાર બ્રિજ બંધ રહેતા હોબાળો મચી જવા પામ્યો હતો. 

 

(8:39 PM IST)