<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણ કેસમાં કાર્યવાહી : 3 મહિલા સહિત 25 લોકોની ધરપકડ

પકડાયેલ 25 આરોપી માં 5 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસે તપાસમાં થયો ખુલાસો

અમદાવાદમાં સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણ કેસમાં 3 મહિલા સહિત 25 લોકોની સાણંદ GIDC પોલીસે ધરપકડ કરી છે, પકડાયેલ 25 આરોપી માં 5 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસે તપાસમાં ખુલાસો થયો છે. જૂથ અથડામણ પાછળના એક વીડિયો સામે આવ્યો હતો  વીડિયોમાં સગીર અને આરોપીઓ વચ્ચે તકરાર થઈ હતી. 

 

મળતી માહિતી મુજબ, અમદાવાદના સાણંદમાં આવેલા કલાણા ગામમાં જૂથ અથડામણ મામલે પથ્થરમારો કરનારા 3 મહિલા સહિત 25 લોકોની સાણંદ GIDC પોલીસે ધરપકડ કરી છે. પથ્થરમારાની ઘટનામાં જૂથ અથડામણનાં કારણ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયોમાં કલાણાના તળાવ પાસે શાહરૂખ પઠાણ અને સગીર વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પથ્થરમારો થયો હતો. પોલીસે જૂથ અથડામણ કેસમાં 60 જેટલા શખ્સોની અટકાયત કરી હતી, જે 60 પૈકી 25 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

 

કલાણાના તળાવ પાસે આરોપી અને સગીર વચ્ચે એક બીજા સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ લીધું હતું ઉગ્ર સ્વરૂપ,  બે જૂથ આમને સામને આવી કર્યો હતો પથ્થરમારો. આ જૂથ અથડામણ કેસમાં 60 જેટલાની અટકાયત કરી હતી. સતત ત્રીજા દિવસે પણ કલાણા ગામમાં પોલીસનું કોમ્બિંગ યથાવત જોવા મળ્યું છે. એક DYSP, 5 PI, 8 PSI મળી 100 જેટલા સ્ટાફ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પકડાયેલ 25 આરોપીમાં 5 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેવામાં સાણંદ GIDC પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

 

(8:58 PM IST)