News of Thursday, 1st January 2026
સુરતના કડોદરા GIDC પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 30 હજારની લાંચ લેતા એસીબીના છંટકામાં ઝડપાયો
ફરિયાદીને દારૂનો ધંધો ન કરતા હોવા છતા તેની પાસેથી લાંચ ઉઘરાવવા માટે તરકટ રચ્યું હતું,

સુરત :સુરતના કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ સફળ રહી હતી. કડોદરા GIDC પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 30, 000ની લાંચ લેતા ACBના છંટકામાં ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ, સુરત કડોદરા GIDCમાં ACBની સફળ ટ્રેપમાં લાંચિયો હેડ કોન્સ્ટેબલ 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. ACBએ કડોદરા GIDC પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ શીતલ નટવર પ્રજાપતિને 30 હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે. ઘટના જાણે એમ હતી કે, ફરિયાદીને દારૂનો ધંધો ન કરતા હોવા છતા તેની પાસેથી લાંચ ઉઘરાવવા માટે તરકટ રચ્યું હતું, જોકે ફરિયાદીએ ACBનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાને વિસ્તારથી કહી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ACBએ હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિને 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
