<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સાગબારાના ચોપડવાવથી શેરડીની આડમા ૧૩.૩૨ લાખના દારૂની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપી પાડતી નર્મદા એલસીબી

(ભરત શાહ દ્વારા )નર્મદા : સાગબારા તાલુકાના ચોપડવાવ ગામથી શેરડીની આડમા દા6રૂની હેરાફેરી કરતા બે શખ્શોને એલસીબી નર્મદાએ ઝડપી પાડ્યા હતા.

     મળતી માહિતી મુજબ વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તથા નેસ્ત નાબુદ કરવાની કામગીરી કરવા સુચનાનાં આપતાં પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી.નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. ટીમ ડેડીયાપાડા તથા સાગબારા આતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.કો કેયુરસિહ ધિરૂભાઈ એલ.સી.બી નાઓને બાતમી મળેલ કે મહારાષ્ટ્ર તરફથી એક પીકઅપ ગાડી રજીસ્ટર નં. GJ-16-AV- 7855 માં શેરડીની આડમા સ્પેશયલ ચોર ખાનામાં વિદેશી દારૂ કુલ પેટી નંગ-૬૨ સહિત પ્રોહી મુદામાલ જેની કિ.રૂ. ૮,૧૭,૬૨૦/- તથા  મહીન્દ્રા કંપનીની પીકઅપ ગાડી ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૩ કિ.રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૩,૩૨,૬૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.

(9:36 PM IST)