<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

વડોદરાના ગેંડા સર્કલના ટ્રાફિક સિગ્નલ પર લઘુશંકા કરનાર બાઈકચાલક આરોપીની ધરપકડ : કાયદાનું ભાન કરાવ્યું

ટ્રાફિક સિગ્નલમાં વાહનોની વચ્ચેજ બાઈક ઉભું રાખીને આરોપીએ જાહેરમાર્ગ પર લઘુશંકા કરી:પોલીસે બાઈકના નંબરના આધારે ગણેશને પકડી કાયદાનું ભાન કરાવ્યું અને કાન પકડી ઉઠબેસ કરાવ

વડોદરામાં ગત રોજ ગેંડા સર્કલના ટ્રાફિક સિગ્નલ પર લઘુશંકા કરનાર બાઈકચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે બાઈકચાલકનો વીડિયો વાયરલ થયા બાદ  પોલીસે શખ્સની ધરપકડ કરી છે. ી

ટ્રાફિક સિગ્નલમાં વાહનોની વચ્ચે જ બાઈક ઉભું રાખીને આરોપી ગણેશ સોનવણે એ જાહેરમાર્ગ પર લઘુશંકા કરી હતી..પોલીસે ગણતરીના દિવસોમાં જ બાઈકના નંબરના આધારે ગણેશને પકડી કાયદાનું ભાન કરાવ્યું અને કાન પકડી ઉઠબેસ કરાવી હતી. 

(9:37 PM IST)