<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

શિયાળાની કાતિલ ઠંડીમાં પણ પાણીના ફાંફા: રાજપીપળા દરબાર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની ગંભીર કટોકટી

જરૂરી 32 કે 35 હોર્સ પાવરની મોટર જોઈએ પરંતુ નવા બોરમાં પાણી ઓછું હોવાથી હાલ 20 હોર્સ પાવરની મોટર નાંખી:પાલીકામા લાંબા સમયથી નિયમિત ચીફ ઓફિસર નથી માટે કર્મચારીઓના પગાર પાણી સાફ સફાઈ સહિતની સમસ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારોમાં શિયાળામાં પણ પાણીની ગંભીર સમસ્યા જોવા મળી છે જેના કારણે વેરો ભરતા લોકોમાં અસંતોષ જણાઈ છે.

   મળતી વિગતો અનુસાર હાલ શિયાળાની ઋતુ ચાલુ છે અને ભૂતકાળ કરતાં કાતિલ ઠંડી આ વર્ષે પડી રહી છે છતાં રાજપીપળા પાલિકાના શાસનમાં દરબાર રોડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. જેમાં જાણવા મળ્યા મુજબ થોડાક સમય પહેલા દરબાર રોડ પુસ્તકાલય પર આવેલા પાલિકા ના બોર ની મોટર બગડતા નવો બોર કર્યો જેમાં નવા બોર માં પાણી ઓછું આવતા 20 હોર્સ પાવરની મોટર નાંખી છે પરંતુ ત્યાં 32 કે 35 હોર્સ પાવરની મોટર જોઈએ જેના કારણે દરબાર રોડના વિસ્તારોના પાણી ઓછું મળતા વેરો ભરતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ નવા બોરમાં પાણી ઘણું ઓછું આવતા 20 ની મોટરમાં પણ ડચકા મારતું પાણી બહાર આવે છે માટે અહીંયા વધું હોર્સ પાવરની મોટર નાખવી મુશ્કેલ છે માટે આ સમસ્યા ઉદભવી છે. માટે હવે જગ્યા બદલી નવો બોર કરવો પડે તેવી સ્થિતિ જણાય છે.
જોકે લાંબા સમયથી રાજપીપળા નગરપાલિકાની સ્થિતિ કેપ્ટન વગરની ટીમ જેવી છે કેમ કે પાલીકામાં ચીફ ઓફિસરની નિયમિત જગ્યા ખાલી છે હાલમાં ઈનચાર્જ ચીફ ઓફિસર પર ગાડું ગબડે છે જેના કારણે પાણી, સાફ સફાઈ જેવી સમસ્યાઓ જોવા મળે છે

(9:37 PM IST)