News of Thursday, 1st January 2026
વલસાડના ઉમરગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો
ઘરમાં રહેલ ઘરવખરીને પણ મોટું નુકસાન થયું:આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેવા સમાચાર સામે આવ્યા છે

વલસાડ : વલસાડના ઉમરગામમાં આવેલ ગોકુલધામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે અને ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં ઘટના બની હોવાની વાત સામે આવી છે, ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી અને રસોઈ બનાવતા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તો જે સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તે સમયે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા અને સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતુ. લોકોએ ઘરની અંદર રહેલા લોકોને બહાર કાઢયા હતા અને મહત્વની વાત તો એ છે કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ કોઈ આગ લાગી ન હતી એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ઘરમાં રહેલ ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે આ કેસમાં પોલીસે પણ જાણવાજોગ નોંધી છે.કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા વિસ્તારમાં સાંજના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક ભયાનક ઘટના સામે આવી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં એક ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી અને સમાન ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. દીવના ઘોઘલામાં આવેલા મીઠાબાવા વિસ્તારમાં રહેતા કંચનબેન પ્રવિણભાઈના ભાડાના મકાનમાં ગઇકાલે સાંજે આશરે સવા સાત વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
