News of Thursday, 1st January 2026
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત : મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં માવઠું
કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાનની ભીતિ

નવસારી જિલ્લામાં મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાગાયતી પાકોમાં મોર આવવા અને ફળ બેસવાની મહત્વની મોસમ દરમિયાન માવઠું પડતા ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડિસેમ્બર અને જાન્યુઆરી માસ બાગાયતી પાકો માટે અત્યંત મહત્વના ગણાય છે. આ સમયગાળા દરમિયાન આંબા પર આમ્ર મંજરી બેસે છે, જ્યારે ચીકુના ઝાડ પર ફળો મોટા થવાની શરૂઆત થાય છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી રહેવાને કારણે ફળોના કદમાં કુદરતી રીતે વધારો થાય છે, જે ઉત્પાદન માટે અનુકૂળ માનવામાં આવે છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે અનુસાર નવસારી જિલ્લાના મરોલી–નવસારી રોડ વિસ્તાર તથા વેસ્મા અને આસપાસના બાગાયતી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આંબા પર મોર આવવાના મહત્વના સમયગાળામાં માવઠું પડતાં ખેડૂતો માટે આ વરસાદ દુશ્મન સમાન સાબિત થઈ રહ્યો છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
