News of Friday, 2nd January 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી : રૂ.8 કરોડનો 7.71 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત
થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા મુસાફરના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરતા તેમાંથી પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) ઝડપી પાડ્યો છે. આ મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી.
જ્યારે તેના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા હતા. આ પેકેટ્સ ખોલીને તપાસતા તેમાંથી 7.71 કિલોગ્રામ હાઈગ્રેડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
