News of Friday, 2nd January 2026
અંબાજીમાં માઇભક્તોની ભારે ભીડ વર્ષના પહેલા દિવસે દર્શન કરવા પહોંચી
માઇભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી :સવારથી જ 'બોલ માડી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું.

અંબાજી : વર્ષ 2026ના પહેલા દિવસે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ ભગવાનના દર્શન માટે ઉમટી પડી. હતી અંબાજીમાં માઇભક્તોની ભારે ભીડ વર્ષના પહેલા દિવસે દર્શન કરવા પહોંચી. મા અંબાના આશીર્વાદ સાથે નવું વર્ષ પ્રારંભ કરવા આતુર માઇભક્તો માતા અંબાના દર્શને પહોંચ્યા. મા અંબાના દર્શન માટે મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગેલી જોવા મળી. માઇભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી. તો સવારથી જ 'બોલ માડી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
