<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) - ઉત્તર ગુજરાત : મહેસાણામાં 'રીજનલ એસ્પીરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ'ની થીમ સાથે યોજાયેલ બે દિવસીય કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન : *બે દિવસીય રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે :- ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત : ૨૯,૦૦૦થી વધુ સહભાગીઓ નોંધાયા ,૭૦થી વધુ દેશોની સહભાગિતા સાથે ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા, ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને ૧૦૦થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકો યોજાઈ,૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં ૧૭૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી,૧૨૧૨ જેટલા એમઓયુ થયા. આ એમઓયુ થકી અંદાજિત ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં આવશે4:46 PM IST

રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાજ્યમાં 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' યોજાશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે : ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવા અને તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવા યુનિટી માર્ચનું આયોજન : પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર "લઘુ ભારત"નું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ભાવનાને સાકાર કરશે: ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી4:23 PM IST

વિશ્વાસની ઇમારત ‘પર્લ પેલેડિયમ'ના ફલેટમાં ડુપ્‍લેક્ષઃ ૨૨ માળના પ્રોજેક્‍ટે જગાવ્‍યુ આકર્ષણ : ‘ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો, એ જ અમારી સફળતા'ના મંત્ર સાથે પર્લ ડેવલપર્સનું મુંજકા આશ્રમ પાસે નવુ સોપાન : ન્‍યૂ રાજકોટની શાન સમાન રિંગરોડ-૨ પર મુંજકા આશ્રમની સામે નીકળતા ૧૦૦ ફૂટ રોડ પર એક એવો પ્રોજેક્‍ટ નિર્માણ થઇ રહ્યો છે કે જેમા ૩ BHK અને ૪ BHK ડુપ્‍લેક્ષ ફલેટમાં રહેવા આવનાર વર્ષો સુધી નિヘતિ રીતે સુખ-સમૃધ્‍ધિ અને વૈભવી સુવિધા સાથે રહી શકે તેવી તમામ દરકાર રમાયાનો વિશ્વાસઃ પર્લ ડેવલપર્સે પોતાના ખર્ચે રિંગરોડ-૨થી પ્રોજેક્‍ટ સુધી બનાવ્‍યો સિમેન્‍ટ રોડઃ સિમેન્‍ટ રોડની બન્ને બાજુ વિલાયતી પ્‍લાન્‍ટેશન, વચ્‍ચે ઝળહળતા લાઇટીંગ પોલઃ ૧૦૦% શુધ્‍ધ ઓકિસજન વચ્‍ચે પર્લ પેલેડિયમને આરોગ્‍યનું સુરક્ષા કવચ4:15 PM IST

રવિવારે ડો.બ્રીજ તેલીના ‘‘ગ્રંથિ - ડાયાબિટીસ, એન્‍ડોક્રાઇન અને ઓબેસિટી સેન્‍ટર''નો શુભારંભ : મોટાપો, ડાયાબિટીસ, હોર્મોનલ જેવી બિમારીઓની વૈજ્ઞાનિક ઢબે સારવાર અને માર્ગદર્શન એક જ જગ્‍યાએ : આર્ષ વિદ્યામંદિરના પૂ. પરમાત્‍માનંદ સરસ્‍વતીજીના હસ્‍તે ઉદઘાટન * રાજકોટના ખુબજ જાણીતા ડોક્‍ટર રાજેશભાઇ તેલીના પુત્ર ડો. બ્રીજ તેલીએ એમ.ડી (મેડિસીન), ડી.એમ (એન્‍ડોક્રાઇનોલોજી) એડલ્‍ટ એન્‍ડ પીડિયાટ્રીક એન્‍ડોક્રાઇનોલોજીસ્‍ટ ડાયાબિટીસ સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ ની ડિગ્રી પ્રાપ્ત કરી * ડાયાબિટીસમાં આવતી જટીલ સમસ્‍યાઓ, ગ્રંથિઓને લગતા હોર્મોન અને તેને લગતા રોગો અને મોટાપો (ઓબેસિટી) ને લગતી બિમારીનું સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ કેન્‍દ્ર * સમગ્ર ગુજરાતમાં સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ એન્‍ડોક્રાઇનોલોજીસ્‍ટની સંખ્‍યા ૨૦, સમગ્ર ભારતમાં લગભગ ૨૦૦૦ અને રાજકોટમાં ડો.બ્રીજ સહિત ૮ તબીબો છે. અહિં માત્ર સારવાર નહીં સચોટ વૈજ્ઞાનિક ઢબે સારવાર, વૈજ્ઞાનિક માપદંડ અને માર્ગદર્શન મુજબ આપવામાં આવશે. આહાર, વિહાર અને વિચારમાં બદલાવની જીવનશૈલીથી ઘણાબધા રોગોને દુર કરી શકાય * ડો. બ્રીજ તેલીએ વિદેશમાં ન જઇ ભારતમાં રહી માતૃભૂમિની સેવા કરવાનો નિર્ણય કર્યો 11:00 AM IST

પૂર્વ વડાપ્રધાન ચોધરી ચરણસિંહનું અચાનક રાજકોટ રોકાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના બે ફૂડ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા ટેસ્‍ટીંગ કરાવાયેલ : રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટમાં રોટલા, ઉંધીયું, ભાખરી જેવા સ્‍વાદ માણ્‍યા ત્‍યારે ચાલો મહાનુભાવોના સૌરાષ્‍ટ્ર અને રાજકોટની મુલાકાતના ભોજન અને પ્રોટોકોલની વાતો વાગોળીએ પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિદ રાષ્‍ટ્રપતિ હતા ત્‍યારે અઠવાડિયામાં ત્રણ વખત રાષ્‍ટ્રપતિ ભવનમાં મગની દાળની ખીચડી બનતી હતી દ્વારકા ઓખાના ભાજપના પ્રભારી અને સ્‍વ.મોરારજીભાઈ દેસાઈના પર્સનલ ઓફિસર રહી ચૂકેલા પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવીદ બિહાર ગવર્નર હતા, ત્‍યારે સ્‍વ મનસુખભાઈ બારાઈ સાથે ખમણ ઢોકળા, ગાંઠિયાની લિજ્જત માણતા હતા2:16 PM IST

કરોડોના ખર્ચ બાદ ચાલુ કરાયેલ કેશોદનો બ્રિજ સામાન્‍ય વરસાદના કારણે બંધ કરવો પડ્‍યો : પહેલા રેલ્‍વે ફાટક વિઘ્‍નરુપ બનતું હતું , હવે મેઘરાજા! : કેશોદમા નદીના વેણ વચ્‍ચે પણ લાંબા અંતરના અંડર બ્રિજનો ‘પ્રયોગ' લોકો માટે હાલ તો અસહ્ય સાબિત થયો : સૌરાષ્‍ટ્રનો લગભગ લાંબા અંતરનો મનાતો અંડર બ્રિજ નદીમાંથી પસાર કરાતા સરવાણી ફૂટવા લાગીઃ ચોમાસાના ચાર માસતો આ બ્રિજ તળાવમાં ફેરવાઈ જાય છે પરિણામે લોકોએ ફરજિયાત લગભગ ૪ કી. મી. નું અંતર કાપી શહેરની બજારોમાં આવવું પડે છેઃ કોન્‍ટ્રાક્‍ટ એજન્‍સીની બેદરકારીના પરિણામે શહેરના હૃદય સમા, ટ્રાફિકથી ભરચક એવા ચાર ચોક વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી પણ પાણી ભરાઈ જતા કાદવ- કિચડ વચ્‍ચે લોકો અને વેપારીઓ ભારે પરેશાનઃ પાણી નિકાલ માટે ગટરની વ્‍યવસ્‍થાનો અભાવ : પૂર્વ થી પશ્ચિમ તરફ રાહદારીઓને ચાલવા માટે કોઇ વ્‍યવસ્‍થા નહીં1:41 PM IST

વાંકાનેરના શ્રી રામધામ ટ્રસ્‍ટ- જાલીડા દ્વારા રઘુવંશી પરિચય મેળો યોજાયો : શ્રી રામધામના સ્‍વપ્‍ન દૃષ્‍ટા અને રઘુવંશી ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઅખેણી, શ્રીરામ ધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, હસુભાઇ ભગદેવ, ભીખાલાલ અશ્વિનભાઇ (મામા દલાલ), પરેશભાઇ કાનાબાર, મેહુલભાઇ નથવાણી, મહેશભાઇ રાજવીર, વ્‍યાપારી અગ્રણી કિશોરભાઇ જે. પુજારા, રામધામ ટ્રસ્‍ટ મહિલા મોરચાના પ્રમુખ તથા રાજકોટ જીલ્લા ભા.જ.પ. મહીલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, ભાવનાબેન મીરાણી સુનિતાબેન સોમાણી, પ્રતિભાબેન કટારીયા, શારદાબેન કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા11:47 AM IST