<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

હવે સચિન, પાંડેસરા, પલસાણા અને કડોદરા GIDC સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ વધારતી ફેક્ટરીઓ પર રખાશે બાજ નજર

પાંડેસરા અને પલસાણા સહિતના પ્રદૂષણના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં 50 ફૂટની ઊંચાઈએ 360 ડિગ્રી કામ કરતાં કેમેરા સ્થાપિત કરાયા

સુરત : શિયાળામાં પ્રદૂષણમાં વધારો નોંધાતો હોય છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સુરત માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સચિન, પાંડેસરા, પલસાણા અને કડોદરા GIDC સહિતના વિસ્તારોમાં પ્રદૂષણમાં વધારો કરતી ફેક્ટરીઓ પર ટેક્નોલોજી દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પાંડેસરા અને પલસાણા સહિતના પ્રદૂષણના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં 50 ફૂટની ઊંચાઈએ 360 ડિગ્રી કામ કરતાં કેમેરા સ્થાપિત કરાયા છે. જેના દ્વારા તમામ દિશામાં ફેક્ટરીઓ પર 24×7 બાજ નજર રાખવામાં આવશે. સાથે જ જો કોઈ ફેક્ટરીની ચીમનીમાંથી 15 મિનિટથી વધુ સમય ધૂમાડો નિકળશે તો તેનું પણ મોનિટરિંગ કરીને કાર્યવાહી હાથ ધરાશે.

 

(2:04 PM IST)