<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સુરતમાં લેઉવા પાટીદાર સન્માન સમારોહને લઈને રાજકારણ ગરમાયું : પોસ્ટરમાંથી ' આપ' દ્વારા સરદાર પટેલનો ફોટો દૂર કરાતા વિવાદ સર્જાયો

આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ કાર્યક્રમને લઈને ભાજપ પર તીખા પ્રહાર કર્યા: કહ્યું -કે જો કાર્યક્રમ યોજાશે તો તેનો વિરોધ કરવામાં આવશે

સુરતમાં યોજાનારા લેઉવા પાટીદાર સન્માન સમારોહને લઈને રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમના પોસ્ટરમાંથી આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલનો ફોટો દૂર કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ કાર્યક્રમને લઈને ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. રજની વાઘાણીએ જણાવ્યું હતું કે જો કાર્યક્રમ યોજાશે તો તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા પાટીદાર સમાજમાં ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે અને આવનારા દિવસોમાં વિવાદ વધુ વકરવાની શક્યતા છે.

 


 

(6:48 PM IST)