News of Friday, 2nd January 2026
સૌરાષ્ટ્રમાં સરકારી જમીનના અબજો રૂપિયાના કૌભાંડમાં કલેક્ટર અને નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ જેલના સળિયા પાછળ
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીનોને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓના નામે કરી આપીને સરકારને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સરકારી જમીનોના ખોટા હુકમો કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર એમ. પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં ક્લાર્ક અને પીએનો પણ સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીનોને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓના નામે કરી આપીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ બહુચર્ચિત જમીન કૌભાંડમાં તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી કરતા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર એમ. પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે, જેને પગલે સમગ્ર રાજ્યના વહીવટી બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ કૌભાંડ અંદાજે ૧,૫૦૦ કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે. આરોપીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી પડતર જમીનોના રેકર્ડમાં ચેડાં કર્યા હતા અને ખોટા પુરાવા ઊભા કરી જમીનો લાગતા-વળગતાઓના નામે કરી આપી હતી.
આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ તરીકે નીચે મુજબના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે:
* રાજેન્દ્ર એમ. પટેલ – તત્કાલીન કલેક્ટર (ધરપકડ)
* ચંદ્રસિંહ મોરી – નાયબ મામલતદાર (ધરપકડ)
* મયૂર ગોહિલ – ક્લાર્ક
* જયરાજસિંહ ઝાલા – કલેક્ટરના પી.એસ.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચોટીલા અને આસપાસના વિસ્તારની કિંમતી જમીનોના દસ્તાવેજોમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. હાલમાં એસીબી અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવીને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
