તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Friday, 2nd January 2026
અમદાવાદના એસ.જી. હાઈવે પર નિરમા ગ્રુપની ભવ્ય હોટેલ આકાર લેશે: ૫૫૫ રૂમ સાથેની ફાઈવ સ્ટાર હોટેલ માટે પર્યાવરણની મંજૂરી મંગાઈ
હોટેલ પકવાન ચાર રસ્તા પાસે અનામિકા હાઈપોઈન્ટની બાજુમાં આવેલા કોર્નર પ્લોટ પર આકાર લેશે

અમદાવાદ :નિરમા ગ્રુપ દ્વારા અમદાવાદના એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે ૫૫૫ રૂમ ધરાવતી આલીશાન ફાઈવ સ્ટાર હોટેલ બનાવવા માટે પર્યાવરણ વિભાગની મંજૂરી માટે અરજી કરવામાં આવી છે.
અમદાવાદના હોસ્પિટાલિટી ક્ષેત્રે એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. જાણીતા ઔદ્યોગિક જૂથ નિરમા ગ્રુપે એસ.જી. હાઈવે જેવા પ્રાઈમ લોકેશન પર એક અત્યાધુનિક ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ માટે ગ્રુપ દ્વારા પર્યાવરણ વિભાગ પાસે જરૂરી મંજૂરીઓ (એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ) માટે અરજી કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, આ હોટેલ પકવાન ચાર રસ્તા પાસે અનામિકા હાઈપોઈન્ટની બાજુમાં આવેલા કોર્નર પ્લોટ પર આકાર લેશે. પ્રસ્તાવિત હોટેલમાં કુલ ૫૫૫ રૂમ હશે અને તે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતા અમદાવાદના સ્કાયલાઈનમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાશે અને શહેરમાં બિઝનેસ ટુરિઝમને વેગ મળશે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
