<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ભરૂચ, નર્મદાની બોર્ડર પરના ઘાણીખુટ ગામ પાસેની કરજણ નદીના પાણીમાં બાઈક દેખાતા આશ્ચર્ય

છેલ્લા બે ત્રણ દિવસથી આ બાઈક નદીના પાણીમાં પડેલી જોવા મળી: પોલીસ તંત્ર દ્વારા બાઈકને બહાર કાઢી આગળ તપાસ હાથ ધરવામાં આવે તો સત્ય બહાર આવે

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા અને ભરૂચની બોર્ડર પર આવેલા ઘાણીખુટ પાસે કરજણ નદીના પાણીમાં એક મોટરસાઇકલ જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા છે અને આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બની છે
મળતી વિગતો અનુસાર નર્મદા અને ભરૂચની બોર્ડર પર આવેલ ઘાણીખુટ પાસે આવેલ કરજણ નદીમાં એક અજાણી બાઇક દેખાતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે, આ બાઈક કોની છે.? બાઇક સાથે કોઈ નદી માં પડ્યું...? કે કોઈએ બાઇક સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હશે જેવા અનેક સવાલ સ્થાનિક લોકો ના મુખે સંભળાઈ રહ્યા છે ત્યારે જાણવા મળ્યા મુજબ આ બાઈક છેલ્લા બે ત્રણ દિવસથી પાણીમાં પડેલી છે.  જ્યારે લોકો આ બાઈકને પાણીમાં ડૂબેલી જોઈ શકતા હોય તો સ્થાનિક તંત્રને કેમ આ નજરો જોવા મળતો નથી, શું પોલીસ વિભાગ પણ આ બાબતે અજાણ છે..?!! જો સોશિયલ મીડિયામા આનો વિડિઓ ફરતો હોય તો તંત્ર કેમ આ બાબતે જાણતું નથી..?!! 
જોકે સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ કોઈ નેત્રંગ, ભરૂચની હદમા આ જગ્યા આવે છે તેમ કહે છે તો કોઈક નર્મદા જિલ્લાના દેડિયાપાડાની હદમા જગ્યા હોવાનું કહી રહ્યું હોય પોલીસ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે.

(11:32 PM IST)